સુરત એપીએમસીની ચૂંટણીમાં પરિવર્તન: ભાજપમાંથી 16 બેઠકોમાંથી 10 નવા ચહેરા
- ભાજપના ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આખી પેનલના 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
સુરત,તા.12 એપ્રિલ 2023,બુધવાર
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએસી) ની આગામી 24 એપ્રિલના રોજ યોજાનારી ડિરેક્ટરની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના દિવસે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત ભાજપની પેનલમાંથી 16 બેઠકો પર 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ફોર્મ ભર્યા બાદ ભાજપ પ્રમુખ અને ઉમેદવાર એવા સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં યુવાનોને તક આપવામાં આવતા 10 યુવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. સાથે જ 16 માંથી 10 નવા ચહેરા મૂકવામાં આવ્યા છે. જ્યારે છ જ ઉમેદવારો રીપીટ કરાયા છે. સાથે જ સર્વ જ્ઞાતિના ઉમેદવારોને સમાવાયા છે. સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરત રાઠોડ 16 ઉમેદવારોના મેન્ડેટ લઈને આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રીય ઉમેદવારને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
70 ની ઉપરના ત્રણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી નહિ
એપીએસીની ચૂંટણીમાં પ્રમુખ રમણ અબેલાલ, મોહન ભાટિયા અને અન્ય એક ઉમેદવારને વયમર્યાદાના કારણે પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી નથી.