Get The App

સુરતનું પૌરાણિક અંબાજી મંદિર ભારતનું એકમાત્ર મંદિર જ્યા પશુઓની બલી અટકાવવા ચૈત્રી નવરાત્રીમાં શ્રીફળ વધેરવાનો મહિમા યથાવત

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
સુરતનું પૌરાણિક અંબાજી મંદિર ભારતનું એકમાત્ર મંદિર જ્યા પશુઓની બલી અટકાવવા ચૈત્રી નવરાત્રીમાં શ્રીફળ વધેરવાનો મહિમા યથાવત 1 - image


Historical Ambaji Temple Surat : હાલ ચાલી રહેલી ચૈત્રી નવરાત્રીમાં આજે આઠમના દિવસે સુરતના પૌરાણિક અંબાજી મંદિર સહિત માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. નવરાત્રીમાં માતાજીના ભક્તો માતાજીને પ્રસાદી માટે શ્રીફળનો ચઢાવો કરે છે તેમાં પણ સુરતના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર 450 વર્ષ કરતાં પણ જુના અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીમાં પણ શ્રીફળ વધેરવાનો મહિમા વર્ષોથી યથાવત જોવી મળી રહ્યો છે. જોકે, સુરતનું પૌરાણિક અંબાજી મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં શ્રીફળ વધેરવા લાકડાની મોગરી (ગદા જેવું સાધન) નો ઉપયોગ થાય છે. પશુ પક્ષીઓની બલી રોકવા માટે ચાર પેઢી પહેલા પુજારી શ્રીફળનો ભોગની પ્રથા શરૂ કરી જે આજે પણ ચાલી રહી છે. 

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે આ સમય દરમિયાન માતાજીના ભક્તો દ્વારા માતાજીના મંદિરે શ્રીફળ રમતા મુકવા અથવા પ્રસાદ માટે છોલેલા શ્રીફળ ચઢાવવામાં આવી રહ્યાં છે. જોકે, આ સમયે સુરતના કોટ વિસ્તારમાં આવેલું અંબાજી માતાનું 450 વર્ષ કરતાં વધુ પૌરાણિક મંદિર માતાજીના અન્ય મંદિરો કરતા અલગ તરી આવે છે. સુરતના જુના અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડામાંથી બનાવેલી મોગરી (ગદા જેવું સાધન)નો ઉપયોગ થાય છે. 

સુરતનું પૌરાણિક અંબાજી મંદિર ભારતનું એકમાત્ર મંદિર જ્યા પશુઓની બલી અટકાવવા ચૈત્રી નવરાત્રીમાં શ્રીફળ વધેરવાનો મહિમા યથાવત 2 - image

આ પ્રથા પર પ્રકાશ પાડતા મંદિરના પુજારી કિરણભાઈ કહે છે, આ પ્રકારે શ્રીફળ વધેરવાની પ્રથા અમલ અમારી ચોથી પેઢી કરી રહી છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પૂરી થાય તો મરધા કે અન્ય પશુના બલીની બાધા લેતા અને અને તેનો બલી ચઢાવતાં હતા. જોકે, અમારા બાપદાદાઓએ જીવદયાના કારણે પશુના બલીના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી હતી જેના કારણે  અત્યાર સુધીમાં હજારો પશુ પક્ષીઓના બલી અટકાવી શકાયા છે.

 નવરાત્રી દરમિયાન શ્રીફળ વધેરવાની સંખ્યા સૌથી વધુ થઈ જાય છે રોજ હજારોની સંખ્યામાં લોકો શ્રીફળ લઈ આવે છે તેને વધેરીને પ્રસાદ રૂપ ભક્તોને શ્રીફળ આપી દેવામાં આવે છે. શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાંથી મોગરી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારા ટ્રેઈનડ લોકોને પણ રાખવામાં આવે છે. તેઓ દાવો કરે છે કે ભારતમાં એક માત્ર આ મંદિર એવું છે જ્યાં લાકડાની મોગરી થી શ્રીફળ વધેરવામાં આવે છે.  

નવરાત્રીમાં શ્રીફળની માનતા થી શ્રીફળના વેપારીઓની રોજીરોટી વધે છે

સુરતના કોટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં 365 દિવસ ભક્તો દ્વારા શ્રીફળ ચઢાવવામાં આવે છે પરંતુ હાલ ચૈત્રી નવરાત્રી દરમિયાન આ મંદિરમાં શ્રીફળ વધેરવા કે રમતા મુકવાની બાધા પુરી કરનારાઓની સંખ્યામાં અનેક ગણો વધારો થાય છે.

પહેલા લોકો પશુ-પક્ષીની બાધા લેતા હતા હવે પુજારીઓએ તેના બદલે શ્રીફળ પ્રથા ચાલુ કરી હોવાથી હજારો પશુ પક્ષીઓને જીવતદાન મળી રહ્યું છે. તો બીજી તરફ શ્રીફળ વેચનારાઓને રોજીરોટી પણ મળી રહી છે.


Google NewsGoogle News