Get The App

સુરત સમિતિના ધોરણ 6ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે ખાસ બુક તૈયાર કરાવાઈ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
સુરત સમિતિના ધોરણ 6ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે ખાસ બુક તૈયાર કરાવાઈ 1 - image


Surat News : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 8ના શિષ્યવૃતિ માટે લેવાતી પરીક્ષામાં સુરત શહેરમાં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની અગ્રેસર જોવા મળે છે.  શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગના કારણે પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગ્રેસર જોવા મળી રહ્યાં છે. સમિતિ દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે ખાસ બુક તૈયાર કરાવી છે અને આ બુક દરેક સ્કૂલમાં આપવામાં આવી છે. તેના દ્વારા તૈયારી થઈ રહી છે તેથી ગરીબ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને પાછળ રાખી રહ્યા છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ-6 માં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (પીએસઈ, એસએસઈ એક્ઝામ) માટે 350 નંગ બુક તૈયાર કરવામાં આવી છે.  પાલિકાની દરેક સ્કૂલમાં આ બુક આપવામાં આવી છે. આ પ્રકારની બુક, શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા ઘણી જ મહત્વની હોય છે.  છેલ્લા કેટલાક વખતથી શિક્ષકના પ્રયાસના કારણે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહી છે.

 રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પીએસઈ, એસએસઈ એક્ઝામમાં જે શાળાના વિદ્યાર્થીઓ વધુ સારો દેખાવ કરે છે તેની તૈયારી કરાવનારા શિક્ષકોનો સહયોગ લઈને આ બુક તૈયાર કરવામાં આવી છે. આ બુક દરેક સ્કૂલમાં હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં આપવામાં આવી છે. આ બુકના કારણે વિદ્યાર્થીઓ  ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે મહેનત કરી શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી શિષ્યવૃત્તિ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત ભવિષ્યમાં પડકારરૂપ થાય તેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ માનસિક રીતે તૈયારી માટે ઉપયોગ થઈ રહ્યો છે. 

શિક્ષણ સમિતિએ પ્રયોગ માટે બુક બનાવ્યા બાદ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વધારાના ક્લાસ પણ કરવામાં આવી રહ્યાં છે. આ  ઉપરાંત શિષ્યવૃત્તિની પરીક્ષામાં જે શાળાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને તૈયારી  કરાવવામાં આવી રહી છે. સુરત શહેર જિલ્લા માટે જે ક્વોટા છે તેમાં સૌથી વધુ શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ હોય તેવો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમાં સફળતા પણ મળી રહી છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના કુલ ક્વોટા 451 પૈકી સુરત સમિતિની શાળાના 363 વિદ્યાર્થીએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરત મહાનગરપાલિકાની સમિતિ ઉપરાંત 4 ગ્રાન્ટેડ શાળા છે તેના ચાર વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને ધોરણ 9 થી 12 સુધી એમ ચાર વર્ષ દર વર્ષે 12000  શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે ચાર વર્ષ સુધી મળે છે. એટલે આ ચાર વર્ષ દરમિયાન આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને 48 હજાર જેટલી શિષ્યવૃત્તિ મળે છે તે તેમના અભ્યાસ માટે ઘણી જ ઉપયોગી બની રહે છે.


Google NewsGoogle News