સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર
- આપના ઉમેદવાર સામે થતા ભાજપ એ ખાલિસ્તાન મુર્દાવાદના નારા લગાવ્યા
સુરત,તા.14 નવેમ્બર 2022,સોમવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષો વચ્ચે ડ્રામા સર્જાયો હતો. પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારો ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરોનો સામનો થયો હતો. કાર્યકરો સામસામે થયા ત્યારે ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાવાદના લગાવતા મામલો ગરમાયો હતો . બંને કાર્યકરો વચ્ચે વધુ સંઘર્ષ થાય તે પહેલા પોલીસ વચ્ચે આવી ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુરતમાં અનેક રાજકીય ડ્રામા સર્જાયા હતા. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે બહાર નીકળ્યા હતા. સુરતના કલેકટર કચેરી તથા વિવિધ કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે અનેક વખત ઘર્ષણ થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સુરત કલેકટર કચેરીના રોડ પર એક તરફ ભાજપના કાર્યકરો ઊભા હતા ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારો જીપમાં નીકળ્યા હતા. ભાજપમાંથી આપમાં ગયેલા પીવીએસ શર્મા ને જોતા ભાજપના કાર્યકરો આક્રમક બની ગયા હતા. ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાવાદના નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ ભાજપના કાર્યકરો વધુ આક્રમક બનતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી બંને પક્ષના કાર્યકરો સામે થાય તે પહેલા પોલીસે વચ્ચે આવી જતા મામલોદ શાંત પડ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરીને બહાર નીકળતા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ મોદી મોદી ના નારા લગાવ્યા હતા.