સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ: વાંધા અરજી શરુ થઈ
Smart Power Meter: સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે આકરો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ વીજ મીટર અંગે ખુલાસો કરીને લોકોને ગેરસમજ છે તે દુર કરવા માટેનો પ્રયાસ કર્યો છે. જોકે, હવે લોકોની ગેરસમજ સાથે સ્માર્ટ વીજ મીટર પ્રકરણમાં હવે રાજકારણની થઈ એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસના આગેવાનોએ પુણા વિસ્તારની 40થી વધુ સોસાયટીઓમાં બેઠક કરી કરવા સાથે ર્ટ વીજ મીટર ની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવા સાથે લડાઈ ના મંડાણ કરીને સ્માર્ટ મીટર સામે વાંધા અરજી કરવાનું શરુ કર્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી વીજ કંપની દ્વારા લોકોના ઘરે સ્માર્ટ મીટર નાખવાનું શરુ કર્યું છે જેનો ગુજરાતના અનેક શહેરોમાંથી વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી સ્માર્ટ મીટરનો આક્રમક વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે વીજ કંપનીના અધિકારીઓએ પત્રકાર પરિષદ કરીને વીજ મીટર અંગે લોકોમાં ગેરસમજ છે તે દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક બાદ એક અનેક જગ્યાએથી લોકોના પ્રતિભાવ આવતાં સુરતમાં આ વિરોધ હવે આક્રમક બનવા સાથે રાજકીય પણ બની રહ્ય ોછે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં ગઈકાલથી સ્માર્ટ વીજ મીટર સામે જન આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા પુણા વિસ્તારની ૪૦ થી વધુ સોસાયટીના પ્રમુખશ્રી, આગેવાનો અને જાગૃત નાગરિકો ની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પુણા વિસ્તારની 40 સોસાયટીઓ તથા અન્ય સોસાયટીઓ દ્વારા દરેક ના ઘરેથી સ્માર્ટ વીજ મીટર સામે વ્યક્તિ ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવામાં અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા નિર્ણય કરવામા આવ્યો છે.
આ બેઠકમાં લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના ભાજપ શાસકો દ્વારા લોકોની મૂળભૂત જરૂરિયાત એવી વીજળીનું વ્યાપારીકરણ કરવા સ્માર્ટ મીટર લગાવવાના સમગ્ર રાજ્યમાં કોન્ટ્રાક્ટ આપી લોકોની મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે જે ખરેખર ખૂબ જ દુઃખ દાયી છે શાસકો લોક હિત નેવી મૂકી ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓના હિતમાં ધીમે ધીમે લોકોના વિરોધ વચ્ચે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવી આગામી દિવસોમાં ખાનગી કંપનીઓને રિચાર્જ ના નામે લોકોને લૂંટવા નો પરવાનો આપવાની જે નીતિ અમલમાં મૂકી રહ્યા છે તેની સામે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે.