અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સુરતની શાળાઓ પણ જોડાઈ, વિવિધ કાર્યક્રમોનું આયોજન
સુરતમાં સ્કુલ પાલિકાની હોય કે ખાનગી દરેક જગ્યાએ જય શ્રી રામના નારા
શહેરની સ્કુલો બની રહી છે રામમય, વિદ્યાર્થીઓ રામાયણના પાત્રોમાં, શહેરના રસ્તા પર વિદ્યાથીઓની નીકળી રહી છે પ્રભાત ફેરી
સુરત, તા. 18 જાન્યુઆરી 2024 ગુરુવાર
રામ જન્મ ભૂમિ એવા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં તા.22 જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સુરત સહિત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ નો માહોલ છે. સુરત શહેરની રહેણાંક સોસાયટી સાથે શહેરની ખાનગી અને સરકારી સ્કૂલમાં પણ રામ જન્મભૂમિની ગુંજ સંભળાઈ રહી છે. સુરતમાં સ્કુલ પાલિકાની હોય કે ખાનગી દરેક જગ્યાએ જય શ્રી રામ ના નારા સાંભળવા મળી રહ્યા છે. સુરતની અનેક સ્કુલો રામ મય બની ગઈ છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામાયણના પાત્રોમાં આવી રહ્યા છે તો કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ રામ નારા સાથે પ્રભાતફેરી પણ ફરી રહ્યાં છે.
અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા સુરત સહિત સમગ્ર ભારત રામ મય બની રહ્યું છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં ધજા લાગી રહી છે તેની સાથે શહેરની ખાનગી અને પાલિકાની સ્કુલ પણ ગુરુકુલ જેવી બની રહી છે.
ભગવાન રામની અયોધ્યામાં બની રહેલા પોતાના મંદિરમાં પધરામણી થવાની છે ત્યારે આ ભવ્ય પ્રસંગની ઉજવણી સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સવારે શહેરની કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને રામાયણના પાત્રોના વેશ વિદ્યાર્થીઓ ધારણ કરીને પ્રભાત ફેરી ફરીને લોકોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે જાગૃતિ કરી રહ્યાં છે.
અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સુરતની શાળાઓ પણ જોડાઈ, વિવિધ કાર્યક્રમોનું આયોજન#Surat #Schools #Programme #Ayodhya #RamMandir #PranPrathishthaMahotsav pic.twitter.com/OSKVe9tYJx
— Gujarat Samachar (@gujratsamachar) January 18, 2024
આ ઉપરાંત ખાનગી અને સરકારી સ્કૂલના મકાન પર રોશની થઈ રહી છે. આ ઉપરાંત સ્કૂલ માં ડેકોરેશન તથા રામાયણ પર વકતૃત્વ સ્પર્ધા, રંગોળી નુ આયોજન તેમજ રામાયણના પાત્રોમાં બાળકો માટે વેશભૂષા હરીફાઈ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક ખાનગી સ્કૂલમાં એખ સાથે 300 વિદ્યાર્થીઓ રામ નામ જાપ કરશે.
આ ઉપરાંત અનેક સ્કુલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યાં છે તેના કારણે સુરતની અનેક સ્કુલ મીની અયોધ્યા હોય તેવો માહોલ ઉભો થયો છે.