સુરત: સારથી ભંડારીએ વેઇટ લિફ્ટિંગમાં 16મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો
સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરતના સારથી ભંડેરીએ ૧૬મી વખત ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સારથીએ 109+ કેટેગરીમાં 120 સ્પર્ધકોને હરાવીને મેડલ જીત્યો છે.
અમદાવાદના ધંધુકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગત રવિવારે સિનિયર ઓલ ગુજરાત વેઇટ લિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહેસાણા નવસારી અને આણંદ મળીને કુલ 6 શહેરના 120 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એમાં સુરત શહેરના સારથી ભંડેરીએ 109+ કેટેગરીમાં સારથી ભંડેરી એ સૌથી વધુ વજન ઉંચકી સતત 16 મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
સારથી ભંડારીએ કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી વેઇટ લિફ્ટિંગ કરું છું અને સાત વખત નેશનલ વેઇટ લિફ્ટિંગમાં ભાગ લઈ ચૂક્યો છું. નેશનલ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહ્યો છું.