વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સરથાણા નેચર પાર્ક મુલાકાતીઓ માટે બની રહ્યું છે હોટ ડેસ્ટિનેશન, 13.76 લાખની આવક

Updated: May 13th, 2024


Google NewsGoogle News
વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સરથાણા નેચર પાર્ક મુલાકાતીઓ માટે બની રહ્યું છે હોટ ડેસ્ટિનેશન, 13.76 લાખની આવક 1 - image


Surat Sarthana Nature Park : સુરતમાં ઉનાળા વેકેશન દરમિયાન ફરી એક વાર સુરત પાલિકાના સરથાણા નેચર પાર્ક, સુરતીઓના મનોરંજન માટે હોટ ફેવરિટ બની ગયા  છે. મે મહિનાના પહેલા 12 દિવસમાં જ સુરત પાલિકાના નેચર પાર્કમાં 53664 મુલાકાતીઓ આવ્યા છે. મુલાકાતીઓની સંખ્યા માં વધારો થતાં સુરત પાલિકાને 13.78 લાખની ટિકિટની આવક પણ થઈ છે. 

વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સરથાણા નેચર પાર્ક મુલાકાતીઓ માટે બની રહ્યું છે હોટ ડેસ્ટિનેશન, 13.76 લાખની આવક 2 - image

 છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડી રહ્યાં છે. જેમાં પણ વેકેશનના પહેલા બીજા દિવસે એટલે કે 5 મે ના રોજ સુરત પાલિકાના નેચર પાર્કમાં દસ હજારથી વધુ મુલાકાતીઓ આવી ગયા હતા. જેના કારણે પાલિકાને 2.46 લાખની આવક થઈ હતી. આ ઉપરાંત મે મહિનાના પહેલા 12 દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 56664 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 13.76 લાખની આવક થઈ છે. હજી વેકેશનના દિવસો બાકી છે તેમાં પણ વીક એન્ડમાં વધુ મુલાકાતીઓ આવે અને પાલિકાને વધુ આવક થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સરથાણા નેચર પાર્ક મુલાકાતીઓ માટે બની રહ્યું છે હોટ ડેસ્ટિનેશન, 13.76 લાખની આવક 3 - image


Google NewsGoogle News