Get The App

ભારત દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકેથોનનું આયોજન : અત્યારમાં સુધી 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા

Updated: Apr 8th, 2023


Google NewsGoogle News
ભારત દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકેથોનનું આયોજન : અત્યારમાં સુધી 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા 1 - image


- સુરત સાડી વોકેથોન માટે અત્યારમાં સુધી 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા

- સુરતની સાડી વોકેથોન માટે વિદેશી મહિલાઓને પણ રસ પાલિકામાં ઈન્કવાયરી માટે આવ્યા : ભાજપના મહિલા મોરચા અને પાલિકાના કર્મચારીઓ પણ ભાગ લેશે

સુરત,તા.08 એપ્રિલ 2023,શુક્રવાર

ભારત દેશમાં પહેલીવાર સુરત શહેરમાં સાડી વોકેથોનનું આયોજન કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 13900 જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે. દેશમાં પહેલી વાર સાડી વોકેથોનનું આયોજન થયું હોવાથી વિદેશથી સુરત પ્રવાસે આવેલી કેટલીક મહિલાઓએ પણ ભાગ લેવા માટે નક્કી કર્યું છે અને તેઓ માહિતી લેવા માટે સુરત પાલિકા કચેરી પર પણ આવ્યા હતા. 

ભારત દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકેથોનનું આયોજન : અત્યારમાં સુધી 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા 2 - image

સુરતમાં આગામી નવમી એપ્રિલના રોજ સવારે સાડા છ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત સાડી વોકથોનનું આયોજન કરાયું છે. આ સાડી વોકેથોન આયોજન માટે પાલ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ક્રેડાઇ, ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ, ડાયમંડ અને ટેક્સટાઈલ એસોસિયેશન તથા વિવિધ સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રતિનિધિઓની હાજરીમાં બેઠક થઈ હતી. જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વિવિધ વયજૂથના મહિલાઓને સાડી વોકથોનમાં ભાગ લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ પણ ભાજપના મહિલા મોરચા ઉપરાંત પાલિકાના કર્મચારીઓને આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. 

ભારત દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકેથોનનું આયોજન : અત્યારમાં સુધી 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા 3 - image

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે નવમીના રોજ સુરત સાડી વોકેથોનનું આયોજન કરાયું છે. સુરત ભારતનું ટેક્સ્ટાઇલ હબ છે. સુરતની ગણના મીની ભારત તરીકે થાય છે ત્યારે અલગ અલગ પ્રાંતની મહિલાઓ પરંપરાગત સાડીમાં સુરત વોકથોનમાં ભાગ લેશે. સાડી વોકથોનમાં અત્યાર સુધીમાં 13900 જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે તેથી દેશની આ પહેલી આ પ્રકારની ઈવેન્ટ બની જશે. મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, સુરતમાં 20થી વધુ વિદેશી મહિલાઓ આવી છે તેઓને આ અંગે ખબર પડતાં તેઓ સાડી વોકેથોન માટેની માહિતી માટે આવ્યા હતા અને તેઓ પણ આ વોકેથોનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના મહિલા મોરચા તથા પાલિકાની મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે.

 સાડી વોકેથોન સાથે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન પાલિકાના ઉમરા પાર્ટી પ્લોટ પર હેન્ડલૂમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાડી વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ બ્રિજ થઈ ત્યાંથી યૂ ટર્ન લઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવશે.


Google NewsGoogle News