આજથી સુરત પાલિકા સંચાલિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં શરૂ થશે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
આજથી સુરત પાલિકા સંચાલિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં શરૂ થશે 1 - image


- આજથી શરૂ થયેલી નાટ્ય સ્પર્ધા 11 ઓક્ટોબરે પુરી થશે : આવતા વર્ષે સુરત પાલિકાની નાટ્ય સ્પર્ધાને 50 વર્ષ પુરા થશે

સુરત,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષોથી નાટ્ય સ્પર્ધા નું આયોજન કરવામા આવે છે. પાલિકાની આ નાટ્ય સ્પર્ધા સંજીવ કુમાર નામ સાથે જોડવામા આવી છે. જોકે, આ વર્ષે સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા સંજીવ કુમાર ઓડિટોરીયમ ને બદલે વરાછા ખાતે આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાશે. સુરત પાલિકાની નાટ્ય સ્પર્ધા આજથી શરુ થશે તે 11 ઓક્ટોબર વચ્ચે થશે જેમાં નવ નાટક ભજવવા મા આવશે.

સુરત પાલિકા દ્વારા છેલ્લા 49 વર્ષોથી નાટ્ય સ્પર્ધા નું આયોજન કરવામા આવે છે. આ વર્ષે પાલિકા દ્વારા આયોજીત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે સુરત શહેરની ૧૦ નાટૂય સંસ્થાઓએ પોતાની કૃતિ રજુ કરી હતી. 27 ઓગસ્ટના રોજ સુરતના પાલ ખાતેના પર્ફોમિંગ આર્ટ સેન્ટર ખાતે સ્કુટીની કરવામાં આવી હતી જેમાંથી 9 નાટકોની પસંદગી નાટ્ય સ્પર્ધા માટે કરવામા આવી છે.આજે સરદાર સ્મૃતિ ભવન માં પહેલા નાટક સાથે નાટ્ય સ્પર્ધા ની શરૂઆત થશે આગામી 11 ઓક્ટોબરના રોજ નાટ્ય સ્પર્ધા પૂરી થશે અને તે જ દિવસે સ્પર્ધાનું પરિણામ જાહેર કરીને વિજેતાઓને પારિતોષિક આપવામાં આવશે. 

આજથી આ નાટક સરદાર સ્મૃતિ ભવનમાં રજુ થશે 

સંસ્થાનું નામ

નાટકનું નામ

દિગ્દર્શકનું નામ

 

 

 

અતરંગી આર્ટસ

Somewhere in india

વત્સલ શેઠ

ફોરમ આર્ટસ એન્ડ પ્રોડકશન્સ

કેસર

વૈભવ એમ. દેસાઇ

યલો શેડ

થિયેટર પ્રેમની એકસ્ટ્રા ઇનીંગ

હિરેન વૈદ્ય

રાષ્ટ્રીય કલા કેન્દ્ર

નિર્વિકલ્પ

મેહુલ શર્મા

પરમ

ૐ નમઃ શિવાય

પદ્દમેશ પંડિત

SBV મંચ

કોર્ટ માર્શલ

રાજેશ પાંડે

વંશાલી ગૃપ

દિગ્દર્શક

ચેતન પટેલ

બી.આર.પ્રોડકશન

HATS OFF હિંમતભાઇ

રણધીર સિંહ

આર્ટિસ્ટિક ગ્રુપ ઓફ થિયેટર

 

કાળી

ડિંકેશ કનાધીયા


Google NewsGoogle News