સુરતમાં માલધારી સમાજના આંદોલનમાં હવે સંતની એન્ટ્રી, તબેલા હટાવવાની કામગીરી સામે સંતને સાથે રાખી ધારણા
- પાલિકા ગેરકાયદેસર ના નામે કાયદેસર તબેલાને પણ હેરાન કરતા હોવાનો આક્ષેપ, આજે તબેલા દૂર કરવાની પાલિકાની કામગીરી પર બ્રેક
સુરત,તા.01 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઢોર પકડવાની અને તબેલા દૂર કરવાની કામગીરી સામે માલધારી સમાજ ધરણા પર ઉતર્યો છે. સમાજના ધરણામાં હવે સમાજના સંતની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ ધારણા વચ્ચે આજે મહાનગરપાલિકાએ ગેરકાયદે તબેલા દૂર કરવાની કામગીરી પર બ્રેક મારતા અનેક અટકળો શરૂ થઈ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કોર્ટનો આદેશને અનુસરીને શહેરમાંથી ગેરકાયદે ઢોરના તબેલા દૂર કરવા સાથે રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પાલિકાની આ કામગીરી સામે સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે પાલિકા ગેર કહી દે તબેલા દૂર કરવાના નામે કાયદેસર તબેલા હોય તેને પણ હેરાન કરી રહી છે. જેના કારણે આજે ફરી એકવાર ડભોલી ખાતે માલધારી સમાજ દ્વારા ધરણા રાખવામાં આવ્યા છે તેમાં માલધારી સમાજના ગુરુ ગાડી એવા વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ પણ હાજર રહ્યા હતા. સંતો દ્વારા સમાજના આંદોલનને સમર્થન આપતા હવે આગામી દિવસોમાં આંદોલન આક્રમક બને તેવી શક્યતા છે.
એક તરફ માલધારી સમાજ ધરણા પર બેઠો છે ત્યારે બીજી તરફ આજે પાલિકાના કોઈપણ ઝોનમાં બપોર સુધી તપેલા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી તેને કારણે અનેક અટકળો વહેતી થઈ છે.