Get The App

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સુરતની ગલીઓમાં ભગવા લહેર : ઘર અને વેપારના સ્થળોએ કેસરિયા ઝંડા લહેરાયા

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સુરતની ગલીઓમાં ભગવા લહેર : ઘર અને વેપારના સ્થળોએ કેસરિયા ઝંડા લહેરાયા 1 - image


- રહેણાંક સોસાયટી હોય કે વ્યપારી સ્થાન દરેક જગ્યાએ છે જય શ્રી રામ જય શ્રી રામ 

- 22 તારીખે અનેક દુકાનોમાં 22 ટકા ડિસ્કાઉન્ટ, કેટલીક જગ્યાએ ચાની ફ્રી પ્રસાદી સહિતના અનેક ઓફર સાથે સુરત રામ મય બની રહ્યું છે

સુરત,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય તે પહેલાં સુરતમાં રામ લહેર છવાઈ રહી છે. રામ નામની સુનામી હોય તેવી રીતે સુરતનારહેણાંક સોસાયટી હોય કે વ્યપારી સ્થાન દરેક જગ્યાએ છે જય શ્રી રામ જય શ્રી રામ થઈ રહ્યું છે. તો બીજી તરફ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સુરતની ગલી ગલીઓમાં ભગવા લહેર, ઘર, વેપાર સ્થળોએ કેસરિયા ઝંડા લહેરાતા થયાં છે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અનેક વેપારીઓ દ્વારા પોતાની દુકાન પર 22 ટકા ડિસ્કાઉન્ટ કે અન્ય ડિસ્કાઉન્ટ સાથે ચા  વિના મુલ્યે આપવાની  જાહેરાત કરી દીધી છે. 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સુરતની ગલીઓમાં ભગવા લહેર : ઘર અને વેપારના સ્થળોએ કેસરિયા ઝંડા લહેરાયા 2 - image

અયોધ્યામાં રામ  મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સુરતમાં અનોખો રામ ફિવર છવાયો છે લોકો રામ ઘેલા થયા હોય તેમ ઘર ઘરે શ્રી રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થવાની હોય તેવી રીતે લોકો ભગવા રંગમાં રંગાઈ રહ્યા છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં સ્વયંભૂ રીતે  ભગવાન શ્રી રામના ચિત્ર સાથેના બેનર અને ભગવા ઝંડા લગાવીને પોતાની સોસાયટીઓમાં ભગવા માહોલ ઉભો કરી રહ્યાં છે. 

રહેણાંક સોસાયટીઓ સાથે સાથે શહેરના ઔદ્યોગિક એકમો અને ધંધાદારી કોમ્પ્લેક્ષમાં પણ ભગવાની લહેર જોવા મળી રહી છે. શહેરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ભગવા ઝંડા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને શુભેચ્છા આપતા બેનર જોવા મળી રહ્યા છે . અનેક દુકાનો પર ભગવા ઝંડા સાથે બેનર લાગી ગયા છે. તો બીજી તરફ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હોય અનેક દુકાનોમાં 22 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક રામ ભક્ત વેપારીઓએ પોતાની લારી કે દુકાનો પરથી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ચાની પ્રસાદી હોય તેમ વિના મુલ્યે ચા આપવાની જાહેરાત કરી છે. 

સુરતના ખુણે ખુણે આ દિવસોમાં એક જ અવાજ સાંભળવા મળી રહ્યો છે તે છે જય શ્રી રામ જય શ્રી રામ. સુરતીઓ ભગવાન રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરોક્ષ રીતે ભાગીદાર થયા હોય તેમ રામ મય બની ગયાં છે અને પોતાની રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જુદી જુદી રીતે ભાગ લઈ રહ્યા છે.


Google NewsGoogle News