Get The App

સુરત: લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવા નીકળેલા શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે માસ્ક ન પહેરતા વિવાદ

- કોરોના માટે જાગૃતિ ફેલાવવા નીકળેલા કોર્પોરેટરોએ માસ યોગ્ય રીતે ન પહેર્યો

Updated: Mar 29th, 2021


Google NewsGoogle News
સુરત: લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવા નીકળેલા શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે માસ્ક ન પહેરતા વિવાદ 1 - image


સુરત, તા. 29 માર્ચ 2021 સોમવાર

સુરત મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા કોરોના માટે લોકોને જાગૃત કરવા નીકળ્યા હતા પરંતુ તેઓએ જ યોગ્ય રીતે માસ્ક ન પહેરતા વિવાદ ઉભો થયો છે. કોર્પોરેટર અને તેમની સાથે જાગૃતિ માટે નીકળેલા ટેકેદારોએ પણ યોગ્ય રીતે માસ્ક પહેર્યા ન હોવાથી સંક્રમણની શક્યતા વધી રહી છે.

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો એક પછી એક આઠ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમ છતાં કોર્પોરેટરો દ્વારા જ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ લોકોના નાક નીચે માસ્ક હોય તો પણ એક એક હજાર રૂપિયા દંડ વસુલ કરી રહી છે. લોકો માટે નિયમોનું પાલન સખત રીતે કરાવતી પોલીસ અને પાલિકા રાજકારણીઓ સામે લાચાર બની રહી છે.

સુરત મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા અમરસિંહ રાજપૂત ગઇકાલે સાંજે લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવા માટે નીકળ્યા હતા. શાસક પક્ષના નેતા નો આ પ્રયાસ ઘણો સારો છે પરંતુ તેઓ એ ઉત્સાહમાં આવીને કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરી દીધો છે. પોતાના વિસ્તારમાં લોકોને વેક્સિનેશન લેવા માટે અપીલ કરતા રાજપૂતે નવો વિવાદ ઊભો કર્યો છે. 

અમિતસિંહ રાજપૂત અને તેમના ટેકેદારો જ્યારે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમના માસ્ક દાઢી પર હતા. જો પ્રજા આવી રીતે માસ્ક પહેરશે તોપોલીસ દંડ ફટકારે છે. જોકે રાજપૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓએ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક ન પહેરવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. તેમ છતાં પાલિકા અને પોલીસ ચૂપ છે.

રોજ સંખ્યાબંધ લોકો સાથે સંપર્કમાં આવતાં કોર્પોરેટરોમાંથી મેયર સહિત આઠ કોર્પોરેટરો અત્યાર સુધીમાં પોઝિટિવ જાહેર થઈ ગયા છે. કોર્પોરેટરો સુપર સ્પ્રેડર્સ બની રહ્યા હોવા છતાં તેઓ દ્વારા જ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.


Google NewsGoogle News