નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસથી એકતા સર્કલ સુધીનો રસ્તો એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસથી એકતા સર્કલ સુધીનો રસ્તો એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ 1 - image


Image Source: Facebook

સુરત, તા. 04 માર્ચ 2024 સોમવાર

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ કામગીરી અપગ્રેડ કરવાની કામગીરી ના કારણે સેન્ટ્રલ ઝોનમાં વધુ એક રસ્તો એક મહિના માટે બંધ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે. 

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નાનપુરામાં ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી પાલિકા દ્વારા કાલથી હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.  સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નાનપુરા સુઅર લાઈન વિસ્તારમાં ડ્રેનેજ લાઈન બદલવાનું કામ આજથી પાલિકા દ્વારા શરુ કરવામાં આવશે. આ કામગીરી માટે  નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસ થી એકતા સર્કલ સુધીના રસ્તા પર ખોદાણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી આજથી શરુ થઈ ગઈ હોય આજથી  એક મહિના માટે એટલે કે 5 એપ્રિલ સુધી આ રોડ પર વાહન વ્યવહાર સંપુર્ણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ કામગીરીના પગલે વાહન ચાલકો ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશનથી ચોકી શેરી થઈ નાનપુરા પોલીસ ચોકી થઈ વિવેકાનંદ સર્કલ થઈ એકતા સર્કલ તરફ જઈ શકશે. ઉપરાંત ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશનથી નાનપુરા ગોધા સ્ટ્રીટ થઈ એલ.આઈ.સી. ક્વાટર્સ થઈ કાદરશાની નાળ થઈ એકતા સર્કલ તરફ જઈ શકશે. નાનપુરા એકતા સર્કલથી ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જતા વાહનો અને રાહદારીઓએ એકતા સર્કલ થઈ વિવેકાનંદ સર્કલ થઈ નાનપુરા પોલીસ ચોકી થઈ ચોકી શેરી થઈ ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જઈ શકાશે. ઉપરાંત નાનપુરા એકતા સર્કલ થઈ કાદરશાની નાળ થઈ એલ.આઈ.સી. ક્વાટર્સ થઈ નાનપુરા ગોધા સ્ટ્રીટ થઈ ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જઈ શકાશે. તેમજ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકાશે. કામગીરી જે પણ રસ્તાના ભાગોમાં પૂર્ણ થશે તેમ તેમ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવશે તેવું પાલિકાની યાદીમાં જણાવાયું છે.


Google NewsGoogle News