સુરત સેન્ટ્રલ ઝોનના સગરામપુરા-કૈલાસનગર ગરબા ચોક થી વિજય વલ્લભ ચોક સુધીનો રસ્તો 7 ઓક્ટોબર થી 11 નવેમ્બર સુધી બંધ રહેશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સુરત સેન્ટ્રલ ઝોનના સગરામપુરા-કૈલાસનગર ગરબા ચોક થી વિજય વલ્લભ ચોક સુધીનો રસ્તો 7 ઓક્ટોબર થી 11 નવેમ્બર સુધી બંધ રહેશે 1 - image

image : Freepik

- સગરામપુરામાં બાકી રહેલી ડ્રેનેજ નાખવાની કામગીરી થશે

- સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓએ લાલવાડી ટપાલ મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે

સુરત,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સંગ્રામપુરા વિસ્તારમાં બાકી રહી ગયેલી ડ્રેનેજની કામગીરી પૂરી કરવા માટે આગામી 7 ઓક્ટોબર થી કામગીરી શરૂ કરવામાં આવશે. 7 ઓક્ટોબર થી શરૂ કરવામાં આવેલી કામગીરી 11 નવેમ્બરના રોજ પુરી થશે ત્યાં સુધીમાં આ રોડ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવર જવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ સમય દરમિયાન અવર જવર માટે વૈકલ્પિક રોડ જાહેર કરવામા આવ્યા છે તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે કરવાનો રહેશે તેવી જાહેરાત પાલિકાએ કરી છે. 

પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં બાકી રહેલી ડ્રેનેજની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર કામગીરી કરવામાં આવશે. આગામી 7 ઓક્ટોબરથી આ કામગીરી શરુ કરવામા આવશે તે કામગીરી 8 નવેમ્બર સુધી ચાલશે આ સમય દરમિયાન આ વિસ્તાર પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર થનાર કામગીરી દરમ્યાન સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓએ લાલવાડી ટપાલ મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભચોક તરફ જઈ શકશે તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ થઈ મજુરાગેટ થઈ શારદા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ યોક તરફ જઈ શકશે.

આવી જ રીતે નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓએ વિજય વલ્લભ યોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલ મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ શારદા સર્કલ થઈ મજુરાગેટ થઈ રીંગરોડ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ રીંગ રોડ જુની આર.ટી.ઓ થઈ મજુરાગેટ થઇ મહાદેવનગર થઇ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે.

આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા આંતરિક રસ્તાનો ઉપયોગ પણ વાહન ચાલકો કરી શકશે. જે રીતે કામગીરી પુરી થતી જશે તે પ્રમાણે રસ્તા ખુલ્લા કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત પાલિકા તંત્રએ કરી છે.


Google NewsGoogle News