Get The App

સુરતની સિવિલ હોસ્પિટલ બની રામ મય : સિવિલના દરેક વોર્ડમાં રામ નામના ધ્વજ લગાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
સુરતની સિવિલ હોસ્પિટલ બની રામ મય  :  સિવિલના દરેક વોર્ડમાં રામ નામના ધ્વજ લગાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી 1 - image

- નર્સિંગ એસો.એ રેલી કાઢી, સુરતના અનોખા રામ ભક્ત નર્સિંગ એસો.ના ઈકલાબ કડીવાલા, તેઓએ જય શ્રી રામ સાથે મીઠાઈઓ વહેંચી

સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં જોવા મળી રહી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ દરેક વોર્ડમાં રામ ભગવાનના ચિત્ર વાળો ધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી કાઢી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકાર્યો હતો.

સુરત સહિત ભારતમાં કરોડો હિંદુએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આવકારી રહ્યાં છે  પરંતુ સુરતમાં માત્ર હિંદુઓ જ નહી પરંતુ કેટલાક સજ્જન મુસ્લિમો પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. સુરતમાં ભગવાન રામના એક અનોખો ભક્ત જોવા મળ્યા હતા તે નર્સિંગ એસો.ના અગ્રણી ઈકલાબ કડીવાલા છે. ઈકબાલ કડીવાલા ના નેતૃત્વ હેઠળ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીવાલાએ રેલી પહેલા ભગવા કપડા ધારણ કરીને જય શ્રી રામના નારા લગાવી રહ્યું હતું કે, 500 વર્ષ પછી રામ લલ્લા પોતાના ઘરે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ નર્સિંગ એસો. દ્વારા ભગવાન શ્રી રામને આવકારવા માટે જય શ્રી રામના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી તેની સાથે મીઠાઈ વહેચીને લોકોના મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે  સુરતની સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ભગવાન શ્રી રામના ચિત્ર વાળા ધ્વજ લગાવીને ભગવાનને આવકારવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રીથી  ડિલિવરી વોર્ડમાં જે બહેનો દાખલ છે તેઓને સાડી તથા મીઠાઈ આપવામાં આવશે. આ રેલી સાથે આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી. આજે સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની દેશભરમાં રગે રગે થઈ રહેલી ઉજવણીનો સાક્ષી બન્યું હતું.


Google NewsGoogle News