સુરત સિવિલ, સ્મીમેર હોસ્પિટલ સહિતના સ્થળે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી
- ભારત સાથે અમેરિકા પણ બન્યું રામમય, જય શ્રી રામના નાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
સુરત,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં શ્રીરામનો અભિષેક થયો, ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને જબરદસ્ત ઉત્સાહ છે, અને માહોલ પણ બન્યો છે. 22 જાન્યુઆરીએ સુરત સહિત દેશ સાથે વિદેશ પણ કેટલાક ધાર્મિક કાર્યક્રર્મો યોજાયા હતા.
જય શ્રી રામ : ભારતમાં જ નહીં પણ અમેરિકામાં ફ્લોરિડા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરનો પ્રાણ પ્રતિસ્થા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જો કે ત્યાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી દેશનો વિકાસ થાય અને ગરીબ શ્રમજીવીને લાભ મળે એવી પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં પણ સૃષ્ટિના તમામ મનુષ્યના દુઃખ દર્દ ઓછા થાય એવી હૃદયથી પ્રાથના કરી ભગવાન શ્રી રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં RMO ઓફીસ બહાર ભગવાન શ્રી રામના આકારવાળી અદભુત રંગોળી બનાવવામાં આવી હતી. દીવડાઓની જગમગ રોશની વચ્ચે ભગવાન શ્રી રામની આરતી કરી તમામ ડોક્ટરો અને કર્મચારીઓએ આશીર્વાદ લીધા હતા. આનંદની વાત એ હતી કે છેલ્લી મહિલા કર્મચારીએ આરતી કરી અને પ્રાથના ગીત પૂરું થયું, સાંભળ્યું છે
આ શુભ પ્રસંગે ઇન્ચાર્જ સિવિલ સુપરિટેન્ડન્ટ ધારીત્રી પરમાર, RMO કેતન નાયક, સર્જરીના વડા નિમેષ વર્મા, TB એન્ડ ચેસ્ટના વડા પારુલબેન વડગામા, ડો.લક્ષમણ, ડો.ભરત પટેલ, ડો.જાગણી, ડો.બર્મન, નરસિંગ અગ્રણી ઇકબાલ કડીવાલા તેમજ ભગવાન શ્રી રામના ચિત્રને રંગોળી થી સજાવનાર સેનેટરી ઇન્સ્પેક્ટર પૂજા હરસોરા અને એની ટીમ ખાસ હાજર રહી હતી.
આ સાથે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંમાં ગતરોજ રામજીની આરતી કરી પૂજા અર્ચના કર્યા તથા દીવડા પ્રગટાવ્યા અને રંગોળી કરવામાં આવી હતી જ્યારે આ હોસ્પિટલમાં રામ ઉત્સવ દરમિયાન દર્દીઓ તેમના સંબંધીઓ તથા ડોક્ટર સહિતના સ્ટાફ હાજર રહી પૂજા અર્ચના કરી હતી
આ સાથે અડાજણમાં ચોકસીવાડી રોડ પર ગીરીરાજ સોસાયટી વિભાગ 1માં રહેતા લોકોએ રામજી પૂજા પાઠ કરી સાથે ભજન કીર્તન કર્યું એટલી ભોજન સમારોહણ રાખવામાં આવ્યો હતો. તમામ ઘરોમાં રંગોળી દોરી અને દીપ પ્રગટાવ્યા હતા અને ફટાકડા ફોડી દિવાળીની કરતા પણ બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે અમરોલીમાં આત્મીય પાર્ક સોસાયટીમાં રહેશે રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી હતી જોકે સોસાયટીના તમામ લોકોએ રંગોળી દોરી, દીવડાવો પ્રગટાવ્યા અને તમામ લોકોએ એકત્ર થઈ મહા આરતી કરી હતી બાળકો યુવાનો મળી ફટાકડા ફોડી આનંદમાં વધારો કર્યો હતો. એટલું જ નહીં પણ વડીલો રામ ભગવાનની કહાની કરીને તેનું મહત્વ સમજાવ્યું હતું એવુ ધર્મેશભાઈ જણાવ્યું હતું. જ્યારે અડાજણ પવિત્ર સોસાયટીમાં રહેતા પાંચ વર્ષેનો માસુમ બાળક વસિષ્ઠ દારૂવાલા અને તેની નાની બેન હિરવાએ શ્લોક બોલીને જય શ્રી રામની પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત સુરત મહાનગર પાલીકાના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલભાઈ ગોપલાણી દ્વારા બેહરા-મુંગા વિદ્યાર્થીઓ માટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ સ્ક્રીનીંગનો અયોજન કર્વામા આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ તેઓ ભગવાન રામને ચોક્કસ જોઈ શકે છે. અને તેમની સુવિધા માટે સાઇન લેંગ્વેજ દ્વારા લાઇવ સ્ક્રીનીંગ કરતી વખતે એક અનુવાદક તેમને સમજાવી રહ્યો હતો.