Get The App

સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો અટકતો નથી, અડાજણમાં ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો અટકતો નથી, અડાજણમાં ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન 1 - image


Potholes In Surat : સુરતમાં થોડો વરસાદ પડે એટલે ભૂવો પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે. બે દિવસ થોડો વરસાદ પડ્યા બાદ આજે અડાજણ વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડ્યો છે. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

સુરતમાં વરસાદ પડતાં ભૂવો પડવાના અનેક બનાવ બન્યા હતા. જે હજી અટકતા નથી.  આજે ટ્રાફિકથી ધમધમતા અડાજણના જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પાસે ભૂવો પડ્યો હતો. જાહેર માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ભૂવાના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પાલિકાએ ભુવાની આસપાસ બેરીકેટ લગાવી દીધા છે.


Google NewsGoogle News