Get The App

સુરત પાલિકાના પુણા કોમ્યુનિટી હોલમાં ઠેર-ઠેર ગંદકી સાથે અનેક સમસ્યા, લોકોને ભારે હાલાકી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાના પુણા કોમ્યુનિટી હોલમાં ઠેર-ઠેર ગંદકી સાથે અનેક સમસ્યા,  લોકોને ભારે હાલાકી 1 - image


- પાલિકાના કોમ્યુનિટી હોલ ભાડે લેતા પહેલા ચકાસણી જરૂરી

- ઓછા ભાડાને કારણે લોકો ફટાફટ કોમ્યુનિટી હોલ તો બુક કરાવી દે છે, પરંતુ અનેક અસુવિધાને કારણે ભાડે લેનારને ભારે હાલાકી

સુરત,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકાએ બનાવેલા કેટલાક કોમ્યુનિટી હોલની દેખરેખ ન રખાતી હોવાને કારણે ભાડે લેનાર માટે આ હોલ આફતરૂપ બની રહ્યા છે. લોકો ઓછા ભાડાને કારણે હોલનું બુકિંગ કરાવી દે છે. પરંતુ કેટલાક કોમ્યુનિટી હોલમાં ભારે ગંદકી અને તોડફોડ સહિત અનેક સમસ્યા હોવાથી મારે લેનાર વ્યક્તિની હાલત કફોડી થઈ જાય છે. આવા કોમ્યુનિટી હોલમાં પ્રસંગ ઉજવણી ભાડે લેનાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે.

સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે પાલિકાએ બનાવેલા કોમ્યુનિટી હોલ આશીર્વાદ સમાન છે. પરંતુ પાલિકા દ્વારા આ કોમ્યુનિટી હોલની યોગ્ય માવજત ન થતી હોવાને કારણે કોમ્યુનિટી હોલ અને સમસ્યાનો ભંડાર બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારમાં પુણાનો કોમ્યુનિટી હોલ ભાડે લેનારા માટે આફતરૂપ બની રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્યુનિટી હોલની હાલત કફોડી છે, યોગ્ય માવજત ન થતી હોવાને કારણે મોલમાં અનેક જગ્યાએ ગંદકીના ઢગ છે. તો કોમ્યુનિટી હોલના સંડાશ બાથરૂમનો ઉપયોગ કરવો લોકો માટે મુશ્કેલ બની રહ્યો છે. હાલમાં જ પુણા કોમેડી હોલની મુલાકાત લેનારે એવી ફરિયાદ કરી છે કે લોકોની વેરાની કમાણીથી પાલિકા હોલ તો બનાવે છે. પરંતુ તેની જાળવણી યોગ્ય રીતે કરતી ન હોવાથી આવા કોમ્યુનિટી હોલ લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે. 

સુરત પાલિકાના પુણા કોમ્યુનિટી હોલમાં ઠેર-ઠેર ગંદકી સાથે અનેક સમસ્યા,  લોકોને ભારે હાલાકી 2 - image

પાલિકાના કોમ્યુનીટી હોલનું બુકીંગ કરનારા કહે છે, હોલ ભાડે લેવામાં આવ્યો ત્યારે લાઈટ બંધ હાલતમાં હતી અને પંખા ચાલતા ન હતા. આટલું જ નહી પરંતુ પાણીની સુવિધા માટે ઈલેક્ટ્રીક મોટર છે તે પણ બળેલી હાલતમાં છે તેના કારણે હોલમાં પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડી રહ્યો છે. અહી જે ટોઈલેટ છે તેના કારણે જાહેર ટોઈલેટ હોય તે પણ સારી હાલતમાં હોય છે. અહી હોલ બુક કરાવનારા એ પહેલા સફાઈ કરાવવી પડે છે ત્યારબાદ તેનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. 

સુરત પાલિકાના પુણા કોમ્યુનિટી હોલમાં ઠેર-ઠેર ગંદકી સાથે અનેક સમસ્યા,  લોકોને ભારે હાલાકી 3 - image

પાલિકાના કોમ્યુનીટી હોલની આવી બદતર હાલત છે તેની ફરિયાદ કરવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ હાજર નથી. આવી સ્થિતિમાં હોલ ભાડે લેનારાઓએ જ હોલનું રીપેરીંગ સાથે સફાઈ કરાવવી પડી રહી છે.  બહારથી લાઈટ રીપેર કરવા માટે બોલાવાવમા આવે છે પરંતુ સીડી ન હોવાથી રીપેરીંગ પણ થઈ શકતું નથી.  આવી સ્થિતિ હોવાના કારણે પાલિકાના કોમ્યુનીટી હોલ ભાડે લેનારાઓએ હોલ ભાડે લેવા પહેલા હોલની હાલત જોવી જરુરી છે. જો પાલિકા હોલ ભાડે લેનારાઓને સફાઈ કે સુવિધા આપી શકતી ન હોય તો લોકો પાસે ભાડું વસુલ કરવું ન જોઈએ તેવી માગણી લોકો કરી રહ્યાં છે.


Google NewsGoogle News