Get The App

દુકાનદારો કચરો નાખે તો દંડ પણ ગેરકાયદે દબાણ કરનારાઓ કચરો નાખે તો કોઈ સજા નહીં

Updated: Apr 24th, 2023


Google NewsGoogle News
દુકાનદારો કચરો નાખે તો દંડ પણ ગેરકાયદે દબાણ કરનારાઓ કચરો નાખે તો કોઈ સજા નહીં 1 - image


પાલિકાના રોડ અને ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરીને ધંધો કરતા માથાભારે તત્વો કચરો ફેંકી ને જતાં રહે છે અને શહેરમાં ગંદકી ફેલાઈ રહી છે

પાલિકાની ત્રીજી આંખની કમાલ ગજબની છે

સુરત, તા. 24 એપ્રિલ 2023 સોમવાર

સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતાની  કામગીરી યોગ્ય રીતે થાય અને લોકો જાહેરમાં કચરો નહી  ફેંકે તે માટે સીસી કેમેરા નો ઉપયોગ શરુ કર્યો છે.  પરંતુ પાલિકાની આ ત્રીજી આંખ દંડ કરવામાં ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યાં છે. દુકાનદાર કચરો નાખે તો તેને દંડ કરવામાં આવે છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ કચરો નાંખે તો તેમની સામે કોઈ નક્કર કામગીરી થતી નથી.

દુકાનદારો કચરો નાખે તો દંડ પણ ગેરકાયદે દબાણ કરનારાઓ કચરો નાખે તો કોઈ સજા નહીં 2 - image

સુરતના ચૌટા બજાર કે આસપાસના કોટ વિસ્તારમાં પાલિકાનો વેરો, સરકારના વિવિધ વેરા ભરીને ધંધો કરતા વેપારીઓ જો કચરો નાખે તો પાલિકાના કર્મચારીઓ કે સીસીટીવી ની મદદથી તેઓને દંડ કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ ગેરકાયદે દબાણ કરનારાઓ આખો દિવસ પાલિકાના રોડ અને ફુટપાથ પર ગેરકાયદે કબ્જો કરે છે અને કોઈ પ્રકારના વેરા ભરતા નથી તેવા માથાભારે તત્વો કચરો ફેંકે તો તેની સામે કોઈ કામગીરી થતી નથી. આવા લોકો કચરો ફેંકે અને પાલિકા દંડ વસુલવાની કામગીરી કરે તો પ્રતિકાર થાય છે અને ઘર્ષણ થતું હોવાથી પાલિકા તંત્ર દંડ વસુલતી નથી. બીજી તરફ કોઈ પ્રકારનું ઘર્ષણ નહી કરી કાયદેસર વેપાર ધંધો કરતા લોકોને પાલિકા બહાદુર બનીને દંડ ફટકારે છે તે નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દુકાનદારો કચરો નાખે તો દંડ પણ ગેરકાયદે દબાણ કરનારાઓ કચરો નાખે તો કોઈ સજા નહીં 3 - image


Google NewsGoogle News