Get The App

શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત પાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત પાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ 1 - image


Surat Corporation : આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. 

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014 થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવને આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગષ્ટ, 12 ઓગષ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના પાંચ સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે. આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે તે દિવસે પણ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામા આવી છે. 

આ સાથે પાલિકાએ એવી પણ જાહેરાત કરી છે કે, પાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાનો ભંગ જે લોકો દ્વારા કરવામાં આવશે તેની સામે બીપીએમસી એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News