સુરત ડે. મેયર ખભે ચડ્યાના વિવાદનો પડઘો સામાન્ય સભામાં પડ્યો, વિપક્ષી સભ્યનો ટેડી બિયરને ખભે બેસાડી પ્રવેશ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
સુરત ડે. મેયર ખભે ચડ્યાના વિવાદનો પડઘો સામાન્ય સભામાં પડ્યો, વિપક્ષી સભ્યનો ટેડી બિયરને ખભે બેસાડી પ્રવેશ 1 - image


Surat Deputy Mayor Photo Controversy : સુરત શહેરમાં આવેલા ખાડી પૂર દરમિયાન ડેપ્યુટી મેયર નિરીક્ષણ કરવા માર્શલના ખભે ચડી ગયા હતા. આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેનો પડઘો આજે સામાન્ય સભામાં પણ પડ્યો હતો. વિરોધ પક્ષના સભ્યો ડેપ્યુટી મેયરના ફોટા વાયરલ થયા બાદ તેનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સભાખંડની બહાર જ પાલીતાણા સિક્યુરિટી ગાર્ડએ ટેડી બિયરને અંદર લઈ જવા દીધું ન હતું. જેના કારણે ભારે હોબાળો થયો હતો. 

વધું વાચો : સુરત ડે. મેયરની ટિંગાટોળીનો વિવાદ, ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેમને પગમાં ઇન્ફેક્શન હતું

સુરતમાં આવેલા ખાડી પૂરના કારણે ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ એક વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા. જ્યાં કાદવ હોવાથી તેઓ માર્શલની પીઠ પર બેસીને ગયા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપ પર પસ્તાળ પડી હતી. આ મુદ્દે ભાજપે ડેપ્યુટી મેયરને ઠપકો આપ્યો હતો.

આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષના સભ્યો એક ટેડી બિયર લઈને આવ્યા હતા તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો. જોકે આ સ્ટેચ્યુ લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા પાલિકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટેડી બિયર લઈ લેવામાં આવ્યું હતું જેના કારણે ભારે હંગામો થયો હતો.

તસવીરને લઈને વિવાદ ઉભો થયો હતો

સુરતમાં ભારે વરસાદને પગલે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા જ્યારે પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી મેયર એક સ્થળે પહોંચ્યા, તો ત્યાં ફૂટપાથ અને રસ્તા વચ્ચે 2 ફૂટ જેટલો કાદવ હતો. આ કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ચઢીને રોડના બીજા છેડે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આ કામ કર્યું હતું. જો કે ભારે વિવાદ થયા બાદ હવે ફાયર ઓફિસરે જ આ તસવીરને લઈને સ્પષ્ટતા કરી હતી. 

ફાયર ઓફિસરના જણાવ્યાનુસાર ‘ડેપ્યુટી મેયરને પગમાં ઈન્ફેક્શન હોવાના કારણે મેં તેમને (નરેન્દ્ર પાટીલ) ખભે ઉંચક્યા હતા. જ્યાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યાં ખૂબ જ કાદવ-કીચડ હતો. એ સ્થિતિમાં તેમનું ઈન્ફેક્શન વધી શકે એમ હતું.’


Google NewsGoogle News