સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર
સુરત, તા. 20 નવેમ્બર 2021 શનિવાર
સ્વચ્છ શહેર સર્વેક્ષણ અંતર્ગત સુરતનો સમગ્ર દેશમાં બીજો ક્રમાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે સુરત મનપા મેયરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શહેરોને 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'માં સ્વચ્છ અને કચરો મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, કચરો મુક્ત શહેરોની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોને પણ આ કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના 342 સ્વચ્છ શહેરોનું સન્માન કર્યું.
આ શહેરોને ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021’માં સ્વચ્છ અને કચરો મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ એવોર્ડ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ દ્વારા આયોજિત કરવામાં આવે છે.