Get The App

સુરતમાં વધુ એક વખત જનેતાની નિષ્ઠુરતા: સાડી અને બ્લાઉઝમાં લપેટી નવજાતને કચરાના ઢગલામાં ફેંકી

Updated: Oct 28th, 2021


Google News
Google News
સુરતમાં વધુ એક વખત જનેતાની નિષ્ઠુરતા: સાડી અને બ્લાઉઝમાં લપેટી નવજાતને કચરાના ઢગલામાં ફેંકી 1 - image


- કુતરા અને કાગડા ખેંચતા હતા, રાહદારીએ માનવતા દાખવી હોસ્પિટલ લઇ ગયો

સુરત,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

ભેસ્તાન ખાતે કચરાના ઢગલામાંથી આજે સવારે બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જોકે દર્દનાક હતી કે સાડી અને બ્લાઉઝમાં લપેટીને કચરાના ઢગલામાં ફેંકવામાં આવેલી બાળકીને કુતરા અને કાગડા ખેંચતા હતા.

નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ભેસ્તાન સીએનજી પંપ પાસે આજે સવારે કચરાના ઢગલામાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે કુતરા અને કાગડા એક થેલી ખેંચતા હતા.

સુરતમાં વધુ એક વખત જનેતાની નિષ્ઠુરતા: સાડી અને બ્લાઉઝમાં લપેટી નવજાતને કચરાના ઢગલામાં ફેંકી 2 - image

તે સમયે ત્યાંથી કારખાને કામ કરવા જવા નીકળેલા રાહદારી ભરતભાઈ પાલની નજર ત્યાં પડી હતી. બાદમાં તેણે કૂતરાને અને કાગડાને ત્યાંથી ભગાડ્યા પછી થેલી ખોલીની જોયું તો અંદર સાડી અને બ્લાઉઝમાં નવજત બાળકી લપેટેલી હતી. થેલી ખોલતા જ બાળકી હલનચલન કરવા લાગી હતી. ત્યારે ત્યાં આગળ ત્રણ ચાર વ્યક્તિઓ એકત્ર થઇ ગયા હતા. જેથી ભરતભાઈ માનવતા દાખવીને તરત 108 ને જાણ કરી ત્યારે એમ્બ્યુલન્સ આવીને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ અજાણી મહિલા કોઈ વ્યક્તિ નિષ્ઠુરપણે નવજાતને કચરાના ઢગલામાં ફેંકીને જતા રહ્યા હતા. આ અંગે પાંડેસરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Tags :
Suratnewborn-baby

Google News
Google News