Get The App

સુરતમાં યોગ દિવસની ઉજવણીમાં પાલિકાની સ્કુલના 55 હજારથી વધુ વિદ્યાર્થીઓએ યોગ કર્યા

Updated: Jun 21st, 2023


Google NewsGoogle News
સુરતમાં યોગ દિવસની ઉજવણીમાં પાલિકાની સ્કુલના 55 હજારથી વધુ વિદ્યાર્થીઓએ યોગ કર્યા 1 - image


- શિક્ષણ સમિતિ સુરતની શાળામાં  કુલ. 47203 વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી  : 8073 વિદ્યાર્થીઓ 757 શિક્ષકો વાય જંકશન ના કાર્યક્રમમાં જોડાયા

સુરત,તા.21 જુન 2023,બુધવાર

આજે વિશ્વ યોગ દિવસે સુરતમાં એક સાથે દોઢ લાખ લોકોએ યોગ કરીને વિશ્વ વિક્રમ કર્યો છે તેની સાથે સાથે સુરત પાલિકાની શાળાના 55 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ યોગમાં જોડાયા હતા. શિક્ષણ સમિતિ સુરતની શાળામાં કુલ 47203 વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી જ્યારે સમિતિના 8073 વિદ્યાર્થીઓ 757 શિક્ષકો વાય જંકશનના કાર્યક્રમમાં જોડાયા હતા. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કુલોમાં સવારે સાત વાગ્યે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગ કર્યા હતા. શિક્ષણ સમિતિની તમામ સ્કુલમાં સવારે સાત વાગ્યે પોતાની સ્કુલના પટાંગણમાં યોગ અભ્યાસ કર્યો હતો. આ યોગ અભ્યાસમાં શિક્ષણ સમિતિના 47203 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત વાય જંકશન ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી થઈ હતી તેમાં શિક્ષણ સમિતિના 757 શિક્ષકો અને 8023 વિદ્યાર્થીઓ જોડાયા હતા.

સમિતિની સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી, શિક્ષકો તથા વાલીઓ યોગ અભ્યાસમાં જોડાયા હતા. જેમાં ગરદનનું પરિભ્રમણ, કાંડાનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ તથા યોગ, પ્રાણાયામ, ધ્યાન કરાવવામાં આવ્યા. તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાંકાસન, વક્રાસન, સેતુબંધાસન, પવનમુકતાસન અને શવાસનમાં નિદર્શનની સાથે સાથે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો. અનુલોમ-વિલોમ, ભ્રામરી પ્રાણાયામ તથા ધ્યાનાત્મક આસન વિતરાગ મુદ્રા સાથે કરાવવામાં આવ્યું. અંતિમ ચરણમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. 

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે મળીને સમગ્ર વિશ્વમાં એકતા જળવાય દરેક મનુષ્યનું મન સંતુલિત રહે તે માટે સંકલ્પ લીધા. પ્રત્યેક જન સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે સૌ દ્વારા સમૂહમાં સ્વસ્થ આરોગ્ય માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.


Google NewsGoogle News