Get The App

સુરત પાલિકાની બહેનોને રક્ષાબંધનની ભેટ : સીટી અને BRTS બસમાં બપોર સુધીમાં 10 હજારથી વધુ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની બહેનોને રક્ષાબંધનની ભેટ : સીટી અને BRTS બસમાં બપોર સુધીમાં 10 હજારથી વધુ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી 1 - image


Surat BRTS Raksha Bandhan Special : સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ફરી એક વાર સુરતની બહેનોને રક્ષાબંધનની ભેટ રૂપે આજે રક્ષાબંધનના દિવસે બસમાં વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી હતી. પાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં આજે બહેનો સાથે પંદર વર્ષ સુધીના બાળકો પણ વિના મુલ્યે મુસાફરી કરી શકશે તેનો લાભ આજે બપોરે 11 વાગ્યા સુધીમાં 10 હજારથી વધુ મહિલા-બાળકોએ લીધો છે. પાલિકાએ વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે મહિલાઓને મુશ્કેલી પડે છે કે નહીં અને પૈસા તો નથી લેવાતા ? તે જાણવા અધ્યક્ષે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહેલ છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉત્તરો-ઉત્તર વધારો થઈ રહેલ છે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે. જ્યાં એક ટીકીટ થી સીટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTS ના કુલ 13 ફૂટ તેમજ સીટીબસનો કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2,00,000 જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ આપવામાં આવે છે. 

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં મહિલાઓ અને 15 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી હતી. જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 11-30 વાગ્યા સુધીમાં બીઆરટીએસ બસમાં 6249 અને સીટી બસમાં 3882 મળી કુલ 10131 મહિલા-બાળકોએ વિના મુલ્યે મુસાફરી કરી હતી. 

પાલિકાએ વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે મહિલાઓને મુશ્કેલી પડે છે કે નહીં અને પૈસા તો નથી લેવાતા ? તે જાણવા જાહેર પરિવહન સેવાના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કેટલાક બસ સ્ટેન્ડ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને મહિલાઓને મુ સાફરી દરમિયાન પડતી મુશ્કેલીની માહિતી મેળવી હતી.


Google NewsGoogle News