ભાજપ સામે પાલિકામાં ચૂંટણી જીતનાર અને ભાજપમાંથી ચૂંટણી હારનાર મનુ પટેલ ઉધનાના ઉમેદવાર
- મનુ પટેલે ભાજપ સામે ફોગવાનું આંદોલન કર્યું હતું, 2005 થી 2010 વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે મનુ પટેલ
સુરત,તા.9 નવેમ્બર 2022,ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરતની ઉધના મતવિસ્તારમાં ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે ઉમેદવાર ભાજપ સામે પાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે. આટલું જ નહીં ભાજપ માટે તેમની ટિકિટ મળી ત્યારે તેઓ હારી પણ ચૂક્યા છે. ભાજપ સામે આંદોલન કરનાર ને ભાજપે વિધાનસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા માટે ઉધના વિધાનસભામાંથી ભાજપ એ સીટીંગ ધારાસભ્ય વિવેક પટેલની ટિકિટ કાપી છે. બિલવિવાદી એવા વિવેક પટેલની ટિકિટ કાપીને ભાજપે શહેરના ઉપપ્રમુખ એવા મનુ પટેલ ફોગવાને ઉમેદવાર જાહેર કર્યા છે.
ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે મનુ ફોગવા 2005 થી 2010 વચ્ચે આંજણા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ ભાજપ સરકાર સામે ફોગવાનું આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પાલિકાની ટિકિટ પણ મળી હતી પરંતુ તે ભાજપમાંથી હારી ગયા હતા.
જેને હાલ ભાજપે ઓઢના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકરોમાં અનેક ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.