ગેરકાયદે બાંધકામને કારણે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સુરતના સણીયા હેમાદ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં પાણીનો ભરાવો થયો છે. ચોમાસાના વરસાદના આજે પણ સણીયા હેમાદ ગામમાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ગામનું મંદિર પાણીમાં ગરક થઈ ગયું છે અને લોકોને ગામથી રોડ સુધી આવવા જવા માટે પડી રહી છે હાલાકી પડી રહી છે. ગામ લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે વરસાદી પાણીનો નિકાલ થાય છે ત્યાં ગેરકાયદે બાંધકામ થયાં છે તેના કારણે પાણીનો ભરાવો થતાં ગામ લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડી રહ્યું છે.
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ સુરતીઓને ગરમીથી તો રાહત થઈ છે પરંતુ કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી લોકોની મુશ્કેલી થઈ રહી છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પાલિકાની હદમાં આવેલા સણીયા હેમાદ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં પાણીનો ભરાવો થયો છે. સણીયા હેમાદ માં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા છે અને તેમાં પણ ગામમાં આવેલું મંદિર પણ વરસાદી પાણીમાં અડધું ડૂબી ગયું છે.
છેલ્લા ચાર વર્ષથી ગામ લોકો વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને રજુઆત કરી રહ્યાં છે. ગામ લોકો આક્ષેપ કરે છે કે, ખાડીના પાણીનો નિકાલ થાય છે તે રસ્તા પર કેટલાક ગેરકાયદે બાંધકામ છે અને આ ગેરકાયદે બાંધકામને કારણે ખાડીના પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે ગામ લોકોએ ઘરની બહાર જવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં આવેલું મંદિર પણ ડુબી ગયું છે અને વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી પડી રહી છે. વારંવાર રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરતા દર વર્ષે ચોમાસા દરમિયાન ગામના લોકોની મુશ્કેલી વધી રહી છે.