Get The App

સુરતમાં લિંબાયત અને કનકપુર ઝોન વિસ્તારમાં આવતીકાલે પાણી પુરવઠો મળશે નહી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સુરતમાં લિંબાયત અને કનકપુર ઝોન વિસ્તારમાં આવતીકાલે પાણી પુરવઠો મળશે નહી 1 - image


- ડિંડોલી જળ વિતરણ મથકમાં જુના બુસ્ટર હાઉસના જોડાણની કામગીરીના પગલે પાણી પુરવઠો નહીં મળે, અસરગ્રસ્ત વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલ 

સુરત,તા.08 માર્ચ 2024,શુક્રવાર

સુરત પાલિકાના ડીંડોલી જળ વિતરણ મથકમાં UGSR તથા જુના બુસ્ટર હાઉસને જોડાણ અંગેની કામગીરી કરવામાં આવશે તેના પગલે આવતીકાલ શનિવારે પાલિકાના લિંબાયત અને નવા ઉધના ઝોન ( કનકપુર)ના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહી અથવા ઘણા ઓછા પ્રેશરથી મળશે, શનિ ઉપરાંત રવિવારના દિવસે પણ કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

સુરત પાલિકાના વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણીની સુવિધા વધારવા માટે હાઈડ્રોલિક વિભાગ દ્વારા પ્રોજે્કટને અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આવતીકાલ 9 માર્ચના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળ વિતરણ મથકમાં નવનિર્મિત UGSR તથા જુના બુસ્ટર હાઉસને જોડાણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન લિંબાયત અને નવા ઉધના ઝોનના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે.

 જેના કારણે શનિવારે 9 માર્ચના રોજ  ગોડાદરા વિસ્તારમાં ઓવરહેડ ટાંકી ESR-SE-9 ના નેટવર્કમાં આવતા ગોડાદરા ગામતળ વિસ્તારમાં આસપાસનગર, મહારાણા પ્રતાપ સોસા., પ્રિયંકા-3, 4, નિલકંઠનગર, દેવી દર્શન, ઋષિનગર, પ્રિયંકા મેગાસીટી વિ.વિસ્તાર તથા ESR-SE-10 ના નેટવર્કમાં પરવત ગામતળ, ઉમીયાનગર, પુરૂષોત્તમ નગર, દક્ષિણ ગોડાદરા વિસ્તારમાં ભક્તિ નગર, સહજાનંદ સોસા., મહાદેવ નગર, ડી.કે.નગર, વિ.સોસાયટીઓ તથા ESR-SE-11 ના નેટવર્કમાં ગુરૂનગર સોસા., વિરદર્શન સોસા., હરેક્રિષ્ના સોસા., વૃંદાવન સોસા., નંદનવન સોસા., પ્રિયંકા સીટી પ્લસ સોસા., જે.બી.નગર સોસા., લક્ષ્મી પાર્ક વિ.સોસાયટી વિસ્તારનો પાણી પુરવઠો.મળશે નહી. 

આ ઉપરાંત ડિંડોલી વિસ્તારમાં ઓવરહેડ ટાંકી ESR-SE-1 ના નેટવર્કમાં ગાયત્રી-1, 2, પ્રિયંકા નગર-1, 2, શિવ સાંઈ શક્તિ, શ્રધ્ધા સોસાયટી, સહાજનંદ સોસાયટી, ઓમ સાંઈ શક્તિ, શુભ વાટીકા-4, ચેતનનગર, ઠાકોરનગર, અમીધારા સોસાયટી., માનસી રેસીડેન્સી, મોદી એસ્ટેટ, મૌર્ય નગર વિ.સોસાયટીઓ તથા ESR-SE-2 ના નેટવર્કમાં ઓમનગરની 14 સોસાયટી, અંબિકા-1-2, માં કૃપા, વિજયનગર, જય જલારામ, કૃષ્ણકુંજ, તિરૂપતિ, મિલેનીયમ પાર્ક-1-2, સોસાયર્ટીઓ તથા ESR-SE-3 ના નેટવર્કમાં મહાદેવનગર-1, 2, 3, 4 અને 5, લક્ષ્મી નારાયણ-2, ગંગા સાગર, અયોધ્યા, અંબિકા, તિરૂપતિ, ગણપતિધામ, યોગેશ્વર પાર્ક, રામીપાર્ક, અંબિકા પાર્ક, મીરાનગર-1, ગોવર્ધન-1, 2, કૈલાશનગર ભુવનેશ્વરી, ડીંડોલી ગામતળ વિ.સોસાયટીઓનો પાણી પુરવઠો. ESR-SE-1 સોંજના સપ્લાયની માનસી સોસાયટી અને યોગેશ્વર નગરની આસપાસના વિસ્તારમાં પણ પાણુ પરવઠો મળશે નહી. 

આ ઉપરાંત કનકરુપર ઝોન  વિસ્તારમાં ઓવરહેડ ટાંકી ESR-SE-4, 5, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 17, 18 ના વિસ્તારમાં ઉનગામ તિરૂપતી નગર, તિરૂપતી બાલાજી ટાઉનશીપ, ગભેણી ગામ, ભીંડી બજાર, બુડીયા ગામ, જીઆવ ગામ, ભેસ્તાન આવાસ, ઉમ્મીદ નગર, ડુંડી, દિપ્લી ગામ, વડોદ, સુખીનગર, આનંદો હોમ્સ, બમરોલી ગામ, રામેશ્વર ગ્રીન, મરાઠા નગર વિ.સોસાયટીઓનો પાણી મળશે નહી. 

જેના કારણે આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે


Google NewsGoogle News