Get The App

ધો.5 ભણેલા દિવ્યાંગ વિષ્ણુભાઇએ બનાવી વેસ્ટ ઉપકરણોની મદદથી ઇલેક્ટ્રીક બાઇક

- જન્મથી જ દિવ્યાંગ અને સાંભળી પણ નહીં શકતા

- ૬૦ વર્ષના વિષ્ણુભાઇ પટેલે ઓટો એન્જીનિયરોને પણ આશ્ચર્યમાં મુકી દીધા

Updated: Feb 10th, 2019

GS TEAM


Google News
Google News
ધો.5 ભણેલા દિવ્યાંગ વિષ્ણુભાઇએ બનાવી વેસ્ટ ઉપકરણોની મદદથી ઇલેક્ટ્રીક બાઇક 1 - image


(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 10 ફેબ્રુઆરી 2019, રવિવાર 

કંઈક નવીન અને બેસ્ટ કરવા માટે વ્યક્તિ દરેક રીતે સક્ષમ હોય એવું જરૂરી નથી, પરંતું તેનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. અને કંઇક કરી છૂટવાની ધગશ હોવી જરૂરી છે. જો આ હોય તો વ્યક્તિને કોઈ મજબૂરી રોકી શકે તેમ નથી. આવું કંઇક સુરતના વિષ્ણુભાઈનું છે. જેઓ જન્મથી જ દિવ્યાંગ છે અને સાંભળી શકતા નથી તેમણે વેસ્ટ ઇલેક્ટ્રીક ઉપકરણોના પાર્ટસના ઉપયોગથી ઈલેક્ટ્રીક બાઈક બનાવી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ૬૦ વર્ષના વિષ્ણુભાઈ પટેલને લોકો તેમની ખાસ બાઈક માટે ઓળખે છે અને આ બાઈક તેઓએ ક્યાંયથી ખરીદી નથી પણ પોતે બનાવી છે. બાઇક મોટાભાગે ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો બનાવતા આવ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.પરંતુ વિષ્ણુભાઈએ જે કમાલ કરી છે તે જાણી ભલભલા ઓટો એન્જીનિયર પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. લોકો પોતાના મોબાઈલ, ટીવીના રિમોટ કંટ્રોલ અને લેપટોપને ખરાબ સમજીને વેસ્ટ સમજી રહ્યા હોય છે પંરતું વિષ્ણુભાઈએ આજ વેસ્ટમાંથી ઇલેક્ટ્રીક બાઇક બનાવી છે. વિષ્ણુભાઇ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી.

ક્યારેક ગેરેજમાં કામ પણ કર્યું નથી અને સૌથી અગત્યની વાત તો એ છે કે, તેઓ માત્ર ધો.૫સુધી ભણેલા છે. આ અંગે વિષ્ણુભાઇએ કહ્યું કે, નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે હવે હું શું કરી શકીશ. અને મારા  આ વિચારને કારણે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી ઇલેક્ટ્રીક મોટર સાયકલ તૈયાર થઈ ગઈ.

આ બાઇકમાં મોટર સાયકલને એકટીવાની બોડીપાર્ટ્સ અને કાયનેટીકના બેસ્ટ બોડી લઇ તૈયાર કરવામાં આવી છે.આટલું જ નહીં જે બાઈક છે તેના અંદરના વાયર અને ઇલેક્ટ્રીક પાર્ટ્સ વેસ્ટ થઈ ગયેલી વસ્તુમાંથી તૈયાર કર્યા છે. લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટના પાર્ટ્સ બાઈક બનાવવા ઉપયોગમાં લીધા છે.આ બાઇક માત્ર ૬૦ દિવસમાં તૈયાર કરી છે. ત્રણ કલાક સુધી ચાર્જ કર્યા બાદ તે ૪૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. બાઇકનું વજન માત્ર ૬૦ કિલોનું  છે. જોકે તેની ઉપર સો કિલો વજન ધરાવતો ચાલક પણ બેસી જાય તો પણ સહેલાઈથી ચાલી શકે છે.

હવે દિવ્યાંગો માટે નવી બાઇક બનાવવાની ઇચ્છા

વિષ્ણુભાઇ દિવ્યાંગો માટે કશું કરવા માંગતા હતા. દિવ્યાંગો સહેલાઇથી અવર-જવર કરી શકે આ માટે તેઓ એક બાઈક બનાવવા ઈચ્છતા હતા. સક્સેસ થશે કે નહીં ? તે જોવા માટે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી ઈલેક્ટ્રીક બાઈક તૈયાર કરી છે. હવે આ બાઈક પછી તેઓએ નવા પાર્ટ્સ થકી દિવ્યાંગો માટે નવી બાઇક તૈયાર કરવા ઈચ્છે છે અને વેસ્ટમાંથી બેસ્ટ બાઈક કેવી રીતે બનાવી શકાય તે તેઓએ યુ-ટયુબ માં જોઈ શીખ્યું છે.

Tags :