સુરતમાં કિન્નર સમાજે પણ પતંગ ચગાવી ઉતરાયણની મોજ માણી
સુરત,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
ઉત્સવની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓનો પ્રિય તહેવાર ઉતરાણ છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ઉજવાઇ રહ્યો છે. નાના બાળકોથી માંડીને મોટેરા ઓ તહેવારની મજા માણી રહ્યા છે. સુરતમાં પહેલીવાર પતંગ ચગાવી ઉતરાયણની મજા માણતા કિન્નરો પણ જોવા મળ્યા હતા. સુરતના કેટલાક કિન્નરોએ રસ્તા પર પતંગ ચગાવ્યા હતા.
પતંગનો તહેવાર એટલે સુરતીઓ માટે મજા માણવાનો તહેવાર છે. આ દિવસે મોટાભાગના લોકો પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરે છે. આ વર્ષે પહેલીવાર સુરતમાં કિન્નરો પણ ઉતરાયણની મજા માણતા જોવા મળ્યા હતા. શહેરમાં કેટલીક જગ્યાએ કિન્નરોએ રસ્તા પર પતંગ ચગાવીને ઉતરાયણ ની ઉજવણી કરી હતી. કિન્નરોને પહેલી વાર પતંગ ચગાવતા જોયા હોય અનેક લોકો તેમને જોવા માટે ઊભા રહી ગયા હતા.