Get The App

સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી : પાલિકાના કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા,મેયરના હસ્તે ધ્વજ વંદન

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી : પાલિકાના કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા,મેયરના હસ્તે ધ્વજ વંદન 1 - image


Surat Independence Day : સુરત પાલિકાના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ જહાંગીરાબાદ ખાતે યોજાયો હતો. મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર સહિતના અગ્રણીઓએ રાષ્ટ્રધ્વજના રંગના બલુન ગગનમાં વિહરતા કર્યા હતા. પાલિકાની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના વાહનોનું લાઈવ ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી : પાલિકાના કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા,મેયરના હસ્તે ધ્વજ વંદન 2 - image

ભારતના રાષ્ટ્રીય પર્વ 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા માન. મેયર દક્ષેશ માવાણીના વરદહસ્તે ટી.પી.સ્કીમ ન.44, ફા.પ્લોટ નં.54(જહાંગીરાબાદ) ખાતે કાર્યક્રમનું આયોજન કરાયં હતું. કાર્યક્રમ પહેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મેયરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરત શહેર મોખરે છે. મીની ભારત તરીકે પ્રસિઘ્ધ છે. સુરત મહાનગરપાલિકા પ્રથમ મહાનગરપાલિકા છે. જે ટ્રીટેડ વોટર ઘ્વારા એોધોગિક એકમોને પાણી પુરૂ પાડી વાર્ષિક 140 કરોડની આવક મેળવે છે. સુરત મહાનગરપાલિકા પેપરલેસ બજેટ રજૂ કરનાર ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા છે. 

સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી : પાલિકાના કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા,મેયરના હસ્તે ધ્વજ વંદન 3 - image

આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ, ફાયર એક્ષટીગ્યુશર ઓપરેટીંગ, લાઈવ ફાયર ડેમોસ્ટ્રેશન, ફાયર ફાઈટીંગ રોબોટ, રોડ એક્સિડન્ટ, રોપ રેસ્ક્યુ, જમ્પિંગ કુશન, એસ્કેપ ચ્યુટ માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ, ટર્ન ટેબલ લેડરનો ઉપયોગ કરી લીફ્ટ મારફત ધ્વજ ફરકાવવા તથા વોટર મોનીટર જેટ, સ્પ્રે પ્રદર્શન, વિવિધ પ્રકારની બ્રાંચ-પ્રદર્શન, રીવોલ્વીંગ બ્રાંચ, મયુર પેટર્ન બ્રાંચ, કોલ સ્ટેક બ્રાંચ, ત્રિપલ પર્પઝ બ્રાંચ, હેન્ડ કંટ્રોલ બ્રાંચ-ફાસ્ટ એક્શન બ્રાંચ, રેપીડ એક્શન બ્રાંચ, ફોમ બ્રાંચ-10નો ઉપયોગ કરી ત્રિરંગો બનાવવા અને બુલેટનો ડેમોસ્ટ્રેશન અને પ્રદર્શન રાખવામાં આવેલ છે. જે પ્રદર્શન સ્થળ સ્ટોલ મારફત લોકો મોટી સંખ્યામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ,  સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી થયાં હતા.


Google NewsGoogle News