Get The App

સુરતમાં જિલ્લા સેવા સદન સામે પાલિકા સંચાલિત 20મા આધાર કેન્દ્રનું લોકાર્પણ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
સુરતમાં જિલ્લા સેવા સદન સામે પાલિકા સંચાલિત 20મા આધાર કેન્દ્રનું લોકાર્પણ 1 - image


- નાગરિકોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ

સુરત,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

સુરત સહિત દેશના નાગરિકો માટે આધારકાર્ડ જરૂરી દસ્તાવેજ છે અને સરકારી તમામ સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તેથી સુરતીઓને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે પાલિકાએ આજે 20મા આધારકાર્ડ કેન્દ્રનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સુરતીઓને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામા આવી છે. 

સુરતમાં જિલ્લા સેવા સદન સામે પાલિકા સંચાલિત 20મા આધાર કેન્દ્રનું લોકાર્પણ 2 - image

સુરત સહિત દેશમાં છેલ્લા 10 વર્ષથી લોકોના ઓળખ પુરાવા માટે આધારકાર્ડ મહત્વ વધુ છે. સરકારની કોઈ પણ યોજના માટે આધારકાર્ડ મહત્વનો  અને જરૂરી પુરાવો બની ગયો છે.  સુરતીઓ પાસે જુના આધાર કાર્ડ છે તેને અપડેટ કરવા તથા નવા કાર્ડ કઢાવવા માટે અત્યાર સુધી સુરતમાં 19 આધારકાર્ડ કેન્દ્ર છે. તેમ છતાં લોકોને તેમના ઘર નજીક આ સુવિધા મળે તે માટે પાલિકા આયોજન કરી રહી છે. હાલમાં સુરત પાલિકાએ જિલ્લા સેવા સદન સામે 20મા આધાર કાર્ડ કેન્દ્ર મેયર દક્ષેશ માવાણી હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

સુરતમહાનગરપાલિકા સંચાલિત 20મું નવા આધાર કેન્દ્ર (ASK)નું લોકાર્પણ  કરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ રહીશોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. 

છેલ્લા 1 વર્ષ દરમિયાન 60 નવી આધારનોંધણી કીટ ખરીદી કરવામાં આવી  છે. વધુમાં UIDAI, ગાંધીનગર સાથે સંકલન કરી નવી વધારાની 21 આધારનોંધણી કીટ્સ મેળવવમાં આવેલ છે. આમ, હાલ કુલ 81 આધારનોંધણી કીટ સુરત પાલિકા પાસે છે. પાલિકા સંચાલિત કુલ 20 આધાર કેન્દ્રો પર ટોકન વગર રહીશોના આધારકાર્ડને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી અદ્યતન કીટ પર 1 મિનીટમાં આધારનોંધણી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકા તંત્ર જણાવી રહી છે.


Google NewsGoogle News