Get The App

સુરત પાલિકામાં વર્ષ 2005 પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS યોજના લાગુ કરવા કવાયત : 2024ની પાછલી અસરથી યોજના લાગુ કરાશે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકામાં વર્ષ 2005 પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS યોજના લાગુ કરવા કવાયત : 2024ની પાછલી અસરથી યોજના લાગુ કરાશે 1 - image


NPS Scheme in Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વર્ષ વર્ષ 2005 પછી જોડાયેલા કર્મચારીઓ માટે નવવર્ધિત પેન્શન યોજના લાગુ કરવા કવાયત શરૂ થઈ છે. રાજ્ય સરકારના એક ઠરાવ પ્રમાણે સુરત પાલિકાએ પણ NPS(નવવર્ધિત પેન્શન યોજના) યોજના શરૂ કરવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામા આવી છે. આ યોજના લાગુ કરાયા બાદ નવા નિયમ મુજબ કર્મચારીઓના 10 ટકા ફાળા સામે 14 ટકા મેચીંગ ફાળો પાલિકાએ આપવાનો રહેશે. 

વર્ષ 2005 બાદ સુરત પાલિકામાં કાયમી કર્મચારીઓ તરીકે જોડાયેલા કર્મચારીઓ માટે નવવર્ધિત પેન્શન યોજના રાજ્ય સરકારના નાણાં વિભાગના પરીપત્ર આધારે લાગુ કરવામાં આવશે. હાલમાં સુરત પાલિકાના કર્મચારીઓના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા એન.પી.એસ. ફાળા સાથે સુરત પાલિકા પણ દસ ટકા ફાળો આપે છે. પરંતુ હવે નવી યોજના બાદ પાલિકાએ વધારાના 4 ટકા એટલે કે 14 ટકા કર્મચારીઓને ચૂકવવાના રહેશે. 

આ યોજના હેઠળ માર્ચ 2024 ના પગારથી નવા નિયમોનો અમલ શરૂ કરવામાં આવશે. જોકે, હાલમાં માર્ચ એપ્રિલ અને મે મહિનાનો પગાર કર્મચારીઓને ચૂકવી દેવામાં આવ્યો છે. જેમાં પાલિકાએ 10 ટકા લેખે 5.35 કરોડ લેખે જમા કરાવવામાં આવ્યો છે. પરંતુ હવે પાલિકાએ 14 ટકા ફાળો જમા કરાવવાનો હોવાથી પાલિકાએ વધારાના 4 ટકા લેખે 2.14 કરોડ વધુ ચૂકવવાના રહેશે. પહેલા પાલિકા 10 ટકા લેખે 5.35 કરોડ ચૂકવવાના થતા હવે 7.49 કરોડનું ચુકવણું કરવાનું રહેશે.


Google NewsGoogle News