સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, ઘરમાં ખાડીના પાણી ઘૂસી જતાં રોગચાળાની દહેશત

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, ઘરમાં ખાડીના પાણી ઘૂસી જતાં રોગચાળાની દહેશત 1 - image


Heavy Rain in Surat : સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો છે. સુરતમાંથી પસાર થતી બે ખાડી ડેન્જર લેવલ પર આવી ગઈ છે તેના સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોવાથી ખાડીના ગંદા પાણી અને વરસાદી પાણી લિંબાયત વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયાં છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

વધુ વાંચો : સરથાણામાં ખાડી કિનારેની હોસ્ટેલમાં પાણી ઘૂસી જતા 40 વિદ્યાર્થી સહિત 45 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

સુરત શહેરમાં ભારે વરસાદ સાથે જિલ્લામાં પણ વરસાદ પડતા સુરતમાંથી પસાર થતી ખાડીની સપાટી સતત વધી રહી છે. આવા સમયે ખાડી વરસાદી પાણી લેતી નથી અને ગટરના પાણી પણ બેક મારી રહ્યાં છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી ખાડીના ગંદા પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં ગંદા પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ પાણીના કારણે રોગચાળો થવાની ભીતી પણ વ્યક્ત થઈ રહી છે.

આજે પડેલા વરસાદના કારણે લિંબાયતની સ્મશાન ભૂમિ રોડ પર પણ પાણી પ્રવેશી ગયા હતા. સ્મશાન ભૂમિમાં પણ પાણી ઘુસવા સાથે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘુસી જતાં ભારે નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

વધુ વાંચો : સુરતમાં પૂણા કુંભારિયાની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા, 20 લોકોને બચાવાયા


Google NewsGoogle News