શ્રાવણ માસમાં સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ લીધા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
શ્રાવણ માસમાં સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ લીધા 1 - image


Surat Food Checking : શ્રાવણ મહિનાની શરૂઆત સાથે શહેરમાં ફરાળી લોટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ફરાળી લોટમાં ભેળસેળ છે કે નહીં તેના ચેકિંગ માટે આજે સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના જુદા-જુદા વિસ્તારમાં ઉતરી પડી હતી. ફરાળી લોટનું વેચાણ કરનારા પાસેથી લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 

શ્રાવણ માસમાં સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ લીધા 2 - image

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતીઓ વધુ ધાર્મિક બને છે અને સંખ્યાબંધ લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસમાં સુરતીઓ વિવિધ ફરાળી વાનગી આરોગે છે. આ ફરાળી વાનગી માટે શહેરમાં જુદી-જુદી જગ્યાએ ફરાળી લોટનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતો ફરાળી લોટ શુદ્ધ છે કે તેમાં કોઈ ભેળસેળ છે તેની ચકાસણી કરવા માટે પાલિકાના ફૂડ વિભાગની ટીમને આજે સવારથી જ શરૂઆત કરી છે. સુરત શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરાળી લોટનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં જઈને પાલિકા તંત્ર દ્વારા લોટના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. આ ફરાળી લોટના સેમ્પલ નેમ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ સંસ્થા પાસે લીધેલા નમૂનામાં ભેળસેળ જણાશે તો તેની સામે પાલિકા કાર્યવાહી કરશે.


Google NewsGoogle News