સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધિકારીઓ સ્થળ પર હાજર

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધિકારીઓ સ્થળ પર હાજર 1 - image


- સુરત પાલિકા કમિશનર અને અધિકારીઓએ તાપી નદીના હનુમાન ટેકરી ફ્લડ ગેટની મુલાકાત લીધી

સુરત,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

સુરતના તાપી નદી ઉપર બનેલા કઈ ડેમમાં પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હનુમાન ટેકરી ફ્લડ બંધ કરાયો હતો. આજે પાલિકા કમિશનર અને  પાલીતાણા પદાધિકારીની ટીમે હનુમાન ટેકરી ફ્લડ ગેટની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચન આપ્યા હતા. 

સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધિકારીઓ સ્થળ પર હાજર 2 - image

સુરતમાં ગઈકાલે કાપી નદીમાં પાણી છોડ્યા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફરગેટ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોડી રાત્રી થી વહેલી સવાર સુધીમાં પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરાયા છે. આજે વહેલી સવારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રહેતા પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ, દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, સહિતની અધિકારી અને પદાધિકારી ની ટીમ સાથે રાંદેર ઝોનના અધિકારીઓ પણ હનુમાન ટેકરી ફ્લડગેટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

કમિશનર શાલીની અગ્રવાલ એ જણાવ્યું હતું કે, તાપી નદીમાં પાણી છોડવામાં આવતા હાલ પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તમામ ઝોનને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ફ્લડ ગેટ બંધ થયા છે ત્યાં ડી વોટરિંગ પંપથી પાણી ઉલેચવા આવી રહ્યું છે. પાલિકાની ફાયરની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે પાલિકા તંત્ર ઉકાઈ ડેમની સપાટી અને છોડવામાં આવી રહેલા પાણી પર સતત નજર રાખી રહ્યું છે.

તાપી નદીમાં છોડાયેલા પાણી રેવા નગરમાં રાત્રે 12:00 વાગે અસરગ્રસ્તોને મહાદેવ નગર પ્રાથમિક શાળામાં ખસેડાયા

સુરતમાંથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં વરસાદ પડતા ઉકાઈ ડેમમાંથી મોડી રાત્રે 3 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવાનો શરૂ કરાયું હતું જેના પગલે અડાજણના રેવા નગરમાં પાણી ભરાતા મોડી રાત્રે બાર વાગ્યા પછી સ્થળાંતર કરાયું હતું.

સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધિકારીઓ સ્થળ પર હાજર 3 - image

સુરતમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનેલા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી ત્રણ લાખથી વધારે પાણી છોડાતા મોડી રાત્રે આ પાણી અડાજન ખાતે આવેલા રેવા નગરમાં પ્રવેશ્યા હતા. આ અંગેની જાણ થતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ એક્શન મોડમાં આવી ગયા હતા. રાત્રિના બાર વાગ્યા પછી રહેવાનગરના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અસલ પ્રશ્નોને અડાજન નજીક આવેલી મહાદેવ નગર પ્રાથમિક શાળામાં હાલ પૂરતા ખસેડાયા છે.  પાલિકા તંત્ર સતત તાપી નદીની સપાટી અને ઉકાઈ ડેમની સપાટી પર નજર રાખી રહ્યું છે.


Google NewsGoogle News