સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલી કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં સુરતીઓનો ડંકો, ગુંજન ખુરાનાએ નોંધાવ્યો રેકોર્ડ
સુરત,તા.23 જુન 2023,શુક્રવાર
સાઉથ આફ્રિકા ખાતે કોમરેડ અલ્ટીમેટ યુમન રેસનો 96 એડિશન જુન 2023 ના રોજ યોજવામાં આવી હતી. જેમાં આ વખતે સુરતના 23 જેટલા લોકોએ ભાગ લીધો હતો. સૌથી અઘરી ગણાતી આ મેરેથોનમાં દિન પ્રતિદિન સુરતીઓમાં ક્રેઝ વધી રહ્યો છે. જોકે આ વખતની રેસ સુરતીઓ માટે એટલા માટે પણ મહત્વની હતી કે આ રેસમાં સુરતની એક યુવતી ગુંજન ખુરાના એક ઇન્ડિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. મેરેથોન તેણીએ 8 કલાક અને 19 મિનિટમાં પૂર્ણ કરી હતી સાથે આ મેરેથોની અંદર ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ ફિમેલ રનર બની છે.
સાઉથ આફ્રિકામાં દર વર્ષે કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસ આયોજન કરવામાં આવે છે આ મેરેથોન સૌથી જૂની મેરેથોન છે હ્યુમન રેસ કુલ મળીને 87.8 km ની હોય છે. જે દરેક પાર્ટીસિપેન્ટને 12 કલાકની અંદર પૂરું કરવામાં આવતી હોય છે જેની અંદર પાંચ ગેટ, પાંચ મેજર હિલ જેમાં લીનફિલ્ડ પાર્ક, કેટોરેજ, ડ્રમન્ડ પાર્ક, વિન્સ્ટન પાર્ક, પાઈન ટાઉન અને શેરવુડ પાર્કના વિસ્તારોમાં આ રેસ યોજાઈ હતી.
સુરતના વિશાલભાઈ હલવાવાલાએ કહ્યું કે તેઓ આ રેસમાં છેલ્લા બે વર્ષથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આપણા સુરતીઓ માટે ગર્વની બાબત એટલા માટે છે કે ગત વર્ષે સુરતના છ લોકો આ રેસમાં પાર્ટિસિપેટ કરવા ગયા હતા. જ્યારે આ વખતે 23 જણા આ રેસમાં પાર્ટિસિપેટ કરવા ગયા હતા. વિશ્વભરમાંથી 20,000 થી પણ વધારે લોકોએ આ કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે દેશમાંથી 403 જે સેકન્ડ હાઈએસ્ટ પાર્ટિસિપન્ટનો દેશ બન્યો હતો. જેમાંથી સુરત શહેરના 23 લોકોએ ભાગ લીધો હતો. જેની અંદર સુરત શહેરના ત્રણ ડોક્ટર, સુરત શહેરના જીએસટી ઓફિસર, સુરત રીજનલ ડીડીઓ તેમજ અન્ય બિઝનેસ ધરાવતા લોકોએ ભાગ લીધો હતો.
દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તાર અને સુરતના ઓવર બ્રિજ પર પ્રેક્ટિસ કરી રેસમાં ભાગ લેનાર સુરત શહેરના લોકો દ્વારા ચાર મહિનાની સખત મહેનત કરવામાં આવતી હતી. વધુમાં રેસ માટે લોંગ રનની મહેનતે કરવામાં આવતી હોય છે. આ તમામ લોકો દ્વારા સાપુતારાના વિસ્તારોમાં દૂધની હિલ સ્ટેશન અને કાલીબેલ હિલ સ્ટેશનના વિસ્તારોમાં આ મેરેથોની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સુરત શહેરના કેબલ બ્રિજ અને અન્ય બ્રિજ ઉપર પણ હજાર કિલોમીટરની લોંગ રનની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આ સાથે 1100 ઈંકલાઈન રન અને 1700 રન ડીકલાઈનની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે આ મેરેથોન દરમિયાન તાપમાનનો બદલાવ થતો હોય છે જેમાં સવારે 8 ડિગ્રી હોય છે ત્યારે બપોરે 25 ડિગ્રી અને રાત્રે 18 ડીગ્રીમાં આ મેરેથોનમાં લોકો દોડતા હોય છે.
ગુજંન ખુરાના ઇન્ડિયાની ફાસ્ટેસ ફિમેલ રનર બની
સુરત શહેરની હાઉસ વાઈફ ગુંજન ખુરાના જે 40 વર્ષની છે. જે ઇન્ડિયન ફિમેલ રનર તરીકે ઓળખાય છે. તેણીએ બર્લિન શહેરમાં 2022 માં ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કર્યું હતું. આ મેરેથોન તેમણ દ્વારા 8 કલાક અને 19 મિનિટમાં પૂર્ણ કરી હતી. સાથે આ મેરેથોની અંદર ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ ફિમેલ રનર બની છે.
સુરત શહેરના પિતા અને પુત્ર પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. પિતા લલિત પેરીવાલ જેઓ 54 વર્ષના છે તેઓએ 11 કલાક અને 49 મિનિટમાં આ મેરેથોન પૂર્ણ કરી સાથે પુત્ર ગોપેશ પેરીવાલ જે 22 વર્ષનો છે તે 11 કલાક 44 મિનિટમાં આ મેરેથોને પૂર્ણ કરી હતી. સુરત શહેરમાંથી આ પ્રથમ પિતા અને પુત્રની જોડીએ આ મેરેથોનમાં ભાગ લીધી હતી.