Get The App

માતાજીની અનોખી ભક્તિ : સુરતના ગ્રુપે તરુણીઓને સેનેટરી નેપ્કીન આપવા સાથે 'ગુડ ટચ બેડ ટચ'નું શિક્ષણ પણ આપ્યું

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
માતાજીની અનોખી ભક્તિ :   સુરતના ગ્રુપે તરુણીઓને સેનેટરી નેપ્કીન આપવા સાથે 'ગુડ ટચ બેડ ટચ'નું શિક્ષણ પણ આપ્યું 1 - image


- હાલના સમયમાં બાળકીઓ સાથે થતા દુર્વ્યવહાર રોકવા માટે તેમને અન્ય લોકોની ઓળખ કરવા પાલિકાની શાળામાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમવર્ગની બાળકીઓને જાગૃત્ત કરવામાં આવી

સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

ગઈકાલથી શરુ થયેલી નવરાત્રી દરમિયાન માતાજીના ભક્તો મંદિરે જઈને કે ઉપવાસ કરીને અથવા તો ગરબા રમીને માતાજીની ભક્તિ કરી રહ્યાં છે. પરંતુ સુરતનું એક ગ્રુપ ગરીબ અને મધ્યમ વર્ગની ટીન એઇજ બાળકીઓને ગુડ ટચ બેડ ટચ અંગેની માહિતી આપવા સાથે પાલિકાની સ્કુલની વિદ્યાર્થીઓને સેનેટરી નેપ્કીનનું વિતરણ કરીને શરીરના અંગોની સફાઈ અંગે જાગૃ્તિ લાવી માતાજીની ભક્તિ કરી રહી છે. હાલના સમયે તેમાં પણ ખાસ કરીને નાની બાળકીઓ સાથે થતા દુર્વ્યવહાર રોકવા માટે ટ્રસ્ટે પાલિકાની સ્કુલ સાથે મળીને બાળકીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરીને સાચા અર્થમાં માતાજીની ભક્તિ કરવાનો પ્રયાસ કર્યો છે.

સુરતમાં 365 દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારો કે આફત સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવા માટેની કામગીરી કરે છે. આ સંસ્થા દ્વારા આજે નવરાત્રીની ઉજવણીના ભાગ રૂપે પાલિકાની સ્કૂલમાં અભ્યાસ કરતી ટીન એઇજ બાળકીઓને સેનેટરી પેડનું વિતરણ સાથે ગુડ ટચ બેડ ટચ નું જ્ઞાન આપવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશ ગાંધી કહે છે, હાલમાં બાળકીઓના ભોળપણ નો લાભ ઉઠાવીને તેમની સાથે દુર્વ્યવહાર થાય છે તેને અટકાવવા માટે બાળકીઓ લોકોની નજર ઓળખે તે જરૂરી હોવાથી ખાસ કરીને નવરાત્રી દરમિયાન જ અમે આ શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે તેના કારણે ટીન એઇજ બાળકીઓ સાથે થતા દુર્વ્યવહાર અટકાવી શકાય છે.

સંસ્થાના મહિલા સભ્કય ચેલના જૈન હે છે, આ એ ઉંમરની કિશોરીઓ છે જેઓ પહેલી વાર માસિક ધર્મમાં આવતી હોય છે તેઓને અનેક મુશ્કેલી થાય છે. આવી કિશોરીઓને યોગ્ય સમજણ આપવા સાથે તેમને સેનેટરી નેપ્કીન આપી તેનો ઉપયોગ કરવા સાથે શરીરના અંગો ની કાળજી કઈ રીતે રાખવી તેની સમજણ આપવામાં આવી હતી. પાલિકાની સ્કુલમાં અભ્યાસ કરતી બાળકીઓ માટે ગુડ ટચ અને બેડ ટચ નું શિક્ષણ પણ ઘણું જ મહત્વનું હોય છે. તેમની આ ઉંમરમાં કોઈ તેનો ગેરલાભ નહી ઉઠાવે તે માટે અમે પ્રયાસ કર્યો છે અને આગામી દિવસોમાં પણ ટીન એઇજ છોકરીઓને આ અંગે જાગૃત કરી તેમની સાથે કોઈ દુરર્વ્યવાહ ન થાય તે માટે પ્રયાસ કરીશું. નવરાત્રીમાં આવા પ્રકારની સેવા કરીને તેઓ માતાજીની ભક્તિ કરતા હોય તેવો અહેસાસ થાય છે તેમ પણ તેઓએ કહ્યું હતું.


Google NewsGoogle News