સુરતમાં ભાગળથી રાજ માર્ગ સુધીની મહત્વની ગણેશ યાત્રાના વધામણાં કરાયા
- સુરતના ભાગળ પર સુરતના મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જનની શોભાયાત્રા નિકળી
- રાજ્ય સરકારના મંત્રી, મેયર, પોલીસ કમિશનર, મેયર અને રાજકારણીઓએ બાપાની પૂજા કરી, બેન્ડ વાજા અને ઢોલ નગારા સાથે ભપકાદાર યાત્રા નીકળી
સુરત,તા.9 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
સુરતના ગણેશ વિસર્જન દરમિયાન સૌથી મહત્વની વિસર્જન યાત્રા શહેરના ભાગળ-રાજમાર્ગ થઈ નિકળનારી યાત્રા હોય છે. શહેરના ભાગળ વિસ્તારમાં મોટા ગણેશજીના વિસર્જન યાત્રા નીકળે છે તેને કોમી એખલાસ વાતાવરણમાં થાય તે માટે દર વર્ષે આયોજન કરવામા આવે છે. શહેરની આ મહત્વની યાત્રાના પર સુરતીઓ પણ મન મકીને શ્રીજીની ભક્તિ કરીને વિદાય આપે છે.
સુરતના ભાગળ ચાર રસ્તા પર મોટા ગણેશજીની પ્રતિમાના વિસર્જન વખતે રાજ્ય સરકારના મંત્રી, મેયર, પોલીસ કમિશનર, મેયર અને રાજકારણીઓએ બાપાની પૂજા કરી હતી. આ રાજકારણીઓએ લોકોને સૂર્યાસ્ત પહેલાં વિસર્જન યાત્રા પુરી થાય તેવી અપીલ કરી હતી. સુરતના રાજમાર્ગ પર શ્રીજીની વિસર્જન યાત્રા મહત્વની હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શહેરમાં આ વર્ષે ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ ન હોવાથી ગણેશ ભક્તોએ મોટી પ્રતિમાની સ્થાપના કરી હતી. આ પ્રતિમાની વિસર્જન યાત્રા ભાગળથી નીકળી હતી. ગણેશ ભક્તો વિસર્જન યાત્રામાં ઢોલ નગારા સાથે કેટલાક લોકો બેન્ડ પણ લાવ્યા હતા. ગણેશ ભક્તો વિસર્જન યાત્રામાં મન મુકીને ઝુમ્યા હતા.