અહિંસાના પ્રતિક એવી બાપુની ખાદી યંગસ્ટર્સ માટે બની ફેશન : ખાદીના રંગરૂપમાં ફેરફાર સાથે વર્ષો પહેલાની સાદી ખાદી હવે ફેશનેબલ બની

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
અહિંસાના પ્રતિક એવી બાપુની ખાદી યંગસ્ટર્સ માટે બની ફેશન :   ખાદીના રંગરૂપમાં ફેરફાર સાથે વર્ષો પહેલાની સાદી ખાદી હવે ફેશનેબલ બની 1 - image


- ખાદીમાંથી શર્ટ, કુર્તા, કોટી ઉપરાંત કેપ્રી, જંપ સૂટ, ડ્રેસિસ, સ્કર્ટ ટોપ, ફ્રોક,પ્લાઝો પેન્ટ, જેકેટ, વેસ્ટ વિગેરે ડિઝાઇન વસ્ત્ર બની રહ્યા છે

સુરત,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

કપડાના બજારમાં મલ્ટિનેશન કપડાના બ્રાન્ડ વચ્ચે ભારત દેશની આઝાદી સમયે અહિંસાનું પ્રતિક ગણાતી ગાંધી બાપુની ખાદી હાલમાં સુરત સહિત અન્ય શહેરોના યંગસ્ટર્સ માટે ફેશન બની રહી છે. સમયની સાથે ખાદીના રંગ-રૂપ બદલાતા ખાદીને ડિઝાઈનર ટચ મળતા વધુ ઝડપથી ખાડી યંગસ્ટર્સમાં પ્રચલિત થઈ રહી છે. ખાદીના વસ્ત્રો ગરમીમાં રાહત આપતા હોવા સાથે સારો લુક પણ આપતા હોવાથી સુરતના ખાદી મેળામાં યંગસ્ટર્સની ભીડ પણ જોવા મળી રહી છે.

અહિંસાના પ્રતિક એવી બાપુની ખાદી યંગસ્ટર્સ માટે બની ફેશન :   ખાદીના રંગરૂપમાં ફેરફાર સાથે વર્ષો પહેલાની સાદી ખાદી હવે ફેશનેબલ બની 2 - image

ભારતની આઝાદી વખતે મહાત્મા ગાંધીજીએ અહિંસાના પ્રતિક એવા ખાદીનો સહારો લીધો હતો. આઝાદી બાદ સરકાર દ્વારા ખાદીને પ્રચલિત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવતા હતા પરંતુ આ ખાદી એક વર્ગ સુધી સીમિત રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખાદીને પ્રચલિત કરવા માટે જે પ્રયાસ થઈ રહ્યાં છે તેમાં ઘણી સફળતા મળી રહી છે. બદલાતા સમયની સાથે સાથે ખાદીમાં પણ બદલાવ આવી રહ્યો છે. 

સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા જોગાણી નગર માં આજે ખાદી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે જેમાં ખાદીને પસંદ કરતા લોકો સાથે સાથે યંગસ્ટર્સ પણ જોવા મળી રહ્યાં છે. પહેલા સામાન્ય ખાદી અને તેનો લુક બરાબર ન હોવાથી યંગસ્ટર્સ ખાદી થી દુર ભાગતા હતા પરંતુ ખાદી ના ઉત્પાદકો સમય સાથે તાલ મિલાવી ખાદીના રંગ અને રૃપમાં બદલાવ લાવ્યા છે. જેના કારણે યંગસ્ટર્સ પહેલાં દેશી ખાદી ગણતા હતા તે ખાદીમાં સિલ્ક ખાદી, લીલન ટાઈપ ખાદી, પોલીવસ્ત્ર ખાદીના કોમ્બીનેશન થી વિવિધ પ્રકારના વસ્ત્રો નું વેચાણ થઈ રહ્યું છે.

અહિંસાના પ્રતિક એવી બાપુની ખાદી યંગસ્ટર્સ માટે બની ફેશન :   ખાદીના રંગરૂપમાં ફેરફાર સાથે વર્ષો પહેલાની સાદી ખાદી હવે ફેશનેબલ બની 3 - image

પહેલા માત્રને માત્ર વડીલો જ ખાદીના વસ્ત્રો પહેરતા હતા પરંતુ હવે ખાદી ફેશનેબલ બની ગઈ છે અને તે યંગસ્ટર્શ માટે ફેશન બની ગઈ છે. સુરતમાં ખાદીના વસ્ત્રો લેવા આવનારા રાખી કહે છે, સાદી ખાદીના બદલે અનેક વિકલ્પ મળી રહ્યાં હોવાથી ખાદી પ્રસંગમાં પહેરી શકાય તેવી બની છે. હવે કેટલાક ફેશન ડિઝાઈનર ખાદીને અપનાવતા થયા હોવાથી ખાદીમાંથી લગ્નમાં પહેરવાની ધોતી, શેરવાની, અનારકલી ડ્રેસ, ફ્રોક, જમ્પ સૂટ, બેબી ફ્રોક, ડિઝાઇન શર્ટ અને સાડી જેવી વેરાઈટી મળી રહી છે આટલું જ નહી પરંતુ ખાદી આકર્ષક બની ગઈ છે તેથી હવે યંગસ્ટર્સ પણ ખાદીને પોતાની પસંદ બનાવી રહ્યા છે. 

અહિંસાના પ્રતિક એવી બાપુની ખાદી યંગસ્ટર્સ માટે બની ફેશન :   ખાદીના રંગરૂપમાં ફેરફાર સાથે વર્ષો પહેલાની સાદી ખાદી હવે ફેશનેબલ બની 4 - image

સુરતમાં ખાદી મેળાનું આયોજન કરનારા હરગોવિંદ સોલંકી કહે છે, સરાકર દ્વારા યોજાતા ખાદી મેળામાં ફેશનેબલ ખાદી મળવા સાથે ડિસ્કાઉન્ટ પણ સારૃ અપાતું હોય છે અને હવે ખાદીના કપડા નો લુક રોયલ બન્યો હોવાથી ખાદીના વસ્ત્રો ખરીદી તરફ યંગસ્ટર્સ વળી રહ્યા છે. જેના કારણે ખાદીના વસ્ત્રો બનાવનાર કારીગર, વેપારી સાથે સાથે ખરીદનાર વર્ગને પણ ફાયદો થઈ રહ્યો છે.


Google NewsGoogle News