Get The App

સુરત: કતારગામની ગજેરા સ્કૂલની મોટી બેદરકારી સામે આવી

Updated: Aug 4th, 2021

GS TEAM


Google News
Google News
સુરત: કતારગામની ગજેરા સ્કૂલની મોટી બેદરકારી સામે આવી 1 - image


- પરવાનગી વગર 6 થી 8ના વર્ગો શરૂ કરી દીધા: ડી.ઈ.ઓ એ આપ્યા તપાસના આદેશ

સુરત,તા. 04 ઓગષ્ટ 2021,બુધવાર

હાલમાં સરકાર દ્વારા માત્ર 9 થી 11 ના વર્ગો શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે સુરતના શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલ દ્વારા 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવવા આવ્યાં હતા. આટલું જ નહી, પણ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આમ ગજેરા સ્કુલ દ્વારા શિક્ષણ વિભાગ અને કોરોના ગાઈડલાઈન બંનેના નિયમોનો ભંગ કર્યો છે. જો કે આ મામલો ડી.ઇ.ઓ કચેરી સુધી પહોંચ્યો હતો. જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી એચ આર રાજ્યગુરુ એ સ્કૂલ માં તપાસ નો ઓર્ડર આપ્યો હતો. DEOની ચાર સભ્યોની ટીમ કરશે તપાસ કરશે અને તપાસના અહેવાલને આધારે કાર્યવાહી કરાશે

કોરોના નો કહેર ઓછો થતાં રાજ્ય સરકારે 9 થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી હતી. દરેક શાળાએ કોવિડની ગાઇડ લાઇનનો અનુસરીને આ વર્ગો શરૂ કરવાના હતા. જોકે સુરતની કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલની એક મોટી બેદરકારી સામે આવી છે. ગજેરા સ્કૂલ એ ધો 6 થી 8ના વર્ગોના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને શાળા શરૂ કરી દીધી હતી . કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટનસિંગ વગર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. આ અંગે શિક્ષણાધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે છ થી આઠના વર્ગો શરૂ કરવાની મંજૂરી હજુ સુધી આપવામાં આવી નથી. અને ગજેરા સ્કૂલ અંગે તપાસ કરવામાં આવશે.ચાર સભ્યોની ટીમ બનાવીને આ અંગે તપાસ કરીને તેના તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :