બે સદી જેટલા સમયથી ભગવાન સ્વામી નારાયણની પાઘડી ભાઈબીજના દિવસે જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે
વિક્રમ સંવત બદલાઈ એટલે હિન્દુઓનું નવું વર્ષ આવે છે અને સુરત જ નહી પરંતુ વિશ્વમાં રહેતા હિન્દુઓ આ દિવસને ભારે ધામધૂમથી ઉજવે છે. સુરતીઓ આ દિવસને તો ભારે ધામધૂમથી ઉજવે છે પરંતુ અનેક સુરતીઓ એવા છે જેમને નવા વર્ષ કરતાં પણ ભાઈબીજની વધુ આતુરતાથી રાહ જોતા હોય છે. એનું કારણ એ છે કે બે સદી જેટલા સમયથી સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક પારસી પરિવાર દ્વારા ભગવાન સ્વામીનારાયણની પાઘડી ભાઈબીજના દિવસે જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે બે સદી જેટલા સમયથી વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવવામાં આવી છે. અને ભાઈ બીજના દિવસે હજારો શ્રધ્ધાળુઓ આ પાધના દર્શન કરવા માટે આવે છે.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં છેલ્લા બે સદી જેટલા સમયથધી ભગવાન સ્વામીનારાયણની પાઘડીને એક પારસી પરિવાર સાચવી રહ્યો છે. પોતે પારસી હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણે તેમના વડવાઓને આપેલી પાઘડી દર ભાઈબીજના દિવસે શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા ખુલ્લી મુકવામાં આવે છે તે પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. સંવત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. ત્યારથી આજે બે સદી જેટલો સમય થઈ ગયો છે અને ત્યારથી પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘ ના દર્શન સૌ કોઈને કરાવે છે
સુરતના આ પરિવારે બે સદી પહેલા પાઘડી આપી હતી તેનું અનેરું મહત્વ છે. આ પાઘડી કોઈ સામાન્ય પાઘડી નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા ભગવાન સ્વામીનારાયણે ધારણ કરી હતી. બે સદી પહેલા એટલે કે સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. અને સુરતમાં થોડા દિવસો રોકાયા હતા. આ સમયે અરદેશર કોટવાળ ની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવત 1881 ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. ત્યારથી આ પાધ જે તેમના દીકરા જહાંગીર શાહ પાસે વારસામાં આવી હતી. પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશી બાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી જતન કરી રહી છે.
સૈયદપુરાનો આ પરિવાર પારસી છે પરંતુ આ વાડિયા પરિવારે ભગવાન સ્વામીનારાયણની પાઘડી માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘ ને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘ ના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈ બીજના દિવસે આ પાધડીના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેના દર્શન માટે હજારો લોકો આવ્યા હતા.
બે સદી દરમિયાન માત્ર કોરોના સમયે જ આ પાઘના દર્શન માટે મુકવામાં આવી ન હતી પરંતુ ત્યાર બાદ અને તે પહેલાં તમામ ભાઈ બીજાના દિવસે હજારો સુરતીઓએ આ પાઘ ના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા છે.