Get The App

'સુરતનુ જમણ અને કાશીનું મરણ' નવરાત્રીમાં આદિવાસી ભોજનને પ્રોત્સાહન માટે પ્રથમવાર 'ડાંગી સ્ટોલ'નુ આયોજન

Updated: Oct 1st, 2022


Google NewsGoogle News
'સુરતનુ જમણ અને કાશીનું મરણ' નવરાત્રીમાં આદિવાસી ભોજનને પ્રોત્સાહન માટે પ્રથમવાર 'ડાંગી સ્ટોલ'નુ આયોજન 1 - image

સુરત,તા.01 ઓક્ટોબર 2022,શનિવાર     

નવરાત્રી ની ઉજવણી ખુબજ ધામધૂમપૂર્વક થતી હોય છે.અમદાવાદ બાદ સુરતમાં સોથી મોટાપાયે નવરાત્રી  માનવામાં આવે છે. સુરતી લોકો કોઈપણ તહેવારને ડબલ ઉત્સાહ સાથ  ઉજવતા હોય છે .તેમાં પણ ખાવા પીવાની મોજ પણ તેઓ અગ્રેસર રાખે છે ત્યારે સુરત શહેરના દયાળજી આશ્રમ મજુરાગેટ ખાતે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે . જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી માત્રને માત્ર દેસાઈ લોકો જ ગરબા રમવા આવતા હોય છે અને માત્ર દેસાઈ લોકોને જ ખાણીપીનીના સ્ટોલ ફાળવવામાં આવતા હોય છે જોકે આ વર્ષે દયાળજી આશ્રમ ખાતે અંતરિયાળ ગામના આદિવાસી લોકો ને રોજીરોટી મળી રહે તે હેતુસર પ્રથમ વાર ડાંગી ભોજન નો એક સ્ટોલ ફાળવવામાં આવ્યો છે જેમાં આદિવાસી વાનગીઓ લોકોને પીરસવામાં આવી રહી છે. અને લોકોને પણ ડાંગી ભોજન ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

'સુરતનુ જમણ અને કાશીનું મરણ' નવરાત્રીમાં આદિવાસી ભોજનને પ્રોત્સાહન માટે પ્રથમવાર 'ડાંગી સ્ટોલ'નુ આયોજન 2 - image

સુરતના મજુરાગેટ ખાતે આવેલ દયાલજી આશ્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આવતા દેસાઈઓ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. ખૂબ જ મોટા પાયે કરવામાં આવતા આયોજનમાં માત્રને માત્ર દેસાઈ લોકો જ ભાગ લઈ શકતા હોય છે ,જોકે ગરબા સહિત અહીં ખાણીપીણીના પણ સ્ટોલ લગાવવામાં આવતા હોય છે અને આ સ્ટોલ પણ દેસાઈ પરિવારમાંથી જ આવતા લોકોને આપવામાં આવતા હોય છે .જોકે આ વર્ષે દયાડજી આશ્રમ દ્વારા એક અનોખો સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ આહવા અને વાસદા ખાતે રહેતા આદિવાસી લોકોને રોજીરોટી મળી રહે અને અત્યારનું જનરેશન આદિવાસી ભોજન અંગે જાણે અને તેનું મહત્વ અને એની મજા માણે તે માટે વાસદા ખાતેથી ડાંગી ભોજન માટે એક સ્ટોલ મફતમાં ફાળવવામાં આવ્યો છે. જેમાં નાગલીના રોટલા સહિત અન્ય વાનગીઓ પણ લોકોને પીરસવામાં આવી રહી છે અહીં 50 ટોલ છે પરંતુ એકમાત્ર આ વાસદાના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે આપવામાં આવ્યો છે જેમાં 10 મહિલા અને બે પુરુષ આ જમવાનું બનાવીને લોકોને જમાડે છે.


Google NewsGoogle News