સુરત: ગોપીપુરામા રૂમમાં બંધ થયેલા વૃદ્ધાને ફાયરજવાનોએ બહાર કાઢ્યા
સુરત, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
ગોપીપુરામા કાજીનું મેદાન ખાતે બીજા માળે રૂમમાં બંધ થઈ ગયેલા વૃદ્ધાને ફાયરજવાનો સીડી પર ચડીને રૂમમાં જઈને બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ગોપીપુરા ખાતે કાજીનું મેદાન પાસે મહાવીર કોમ્પ્લેક્સમાં રહેતા 62 વર્ષ હીનાબેન ઠક્કર શનિવાર રાતે બીજા માળે ફ્લેટના રૂમનો દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા.
જોકે તેમના પરિવારના સભ્યોએ અડધોથી એક કલાક સુધી દરવાજો ખખડાવતા અંદરથી તેમણે જવાબ આપ્યો ન હતો. જેથી તેમના પરિવારના સભ્યોમાં અનેક પ્રકારની શંકાઓ સેવાઈ હતી કે દરવાજો અંદરથી લોક થઈ ગયો હશે. જેથી આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને સીડી પરથી ચડીને ફાયરજોવાનો બીજા માટે ગેલેરીમાંથી રૂમમાં ગયા હતા. ત્યારે હીનાબેન મીઠી નિંદર માણી રહ્યા હતા અને રૂમનો દરવાજો અંદર થી બંધ કર્યો હતો બાદમાં દરવાજો ફાયરજવાનોએ ખોલતા પરિવારના સભ્યો રૂમમાં આવતા વૃદ્ધા જાગ્યા હતા. જેથી તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.