ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટમાં સુરતના ફાયર વિભાગે ભારતભરમાં નામ રોશન કર્યું

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટમાં સુરતના ફાયર વિભાગે ભારતભરમાં નામ રોશન કર્યું 1 - image


- સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મળ્યા

સુરત,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા 1 થી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 રાજ્યોના 2000 જેટલા ફાયર ફાઈટરએ ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે.

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટમાં સુરતના ફાયર વિભાગે ભારતભરમાં નામ રોશન કર્યું 2 - image

બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટસ અને ફાયર સર્વિસ મિટ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર ખાતે યોજાઇ હતી. જેમાં સમગ્ર ભારત દેશનાં વિવિધ રાજ્યોમાંથી 22 જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો. જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડીવીઝનલ ફાયર ઓફિસર ઇશ્વર.એમ.પટેલની આગેવાની હેઠળ વિવિધ એથલેટીક્સ ઇવેન્ટસ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં સુ.મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાંડર તરીકે ડીવીજનલ ઓફિસર ઇશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાંડીગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાંડ કરી હતી જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટમાં સુરતના ફાયર વિભાગે ભારતભરમાં નામ રોશન કર્યું 3 - image

આ અંગે ઈશ્વર પટેલએ કહ્યું કે સમગ્ર ભારતમાંથી 2000 જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતા અલગ હોય છે કારણકે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે. એક ફાયર જવાન તરીકે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો તમારામાં કેટલો સ્ટેમિના છે તેની પરીક્ષામાં થતી હોય છે. જેમાં 1 કલાકમાં 30 કિમી સાયકલ ચલાવવાની, 500 મીટર રનિંગ પ્રોકસીમેટરી સૂટ પહેરીને 100 મીટર ક્રાઉડિંગ, ફાયર હોસ ખેચી 100 મીટર જવાનું, 100 મીટર પાઇપ ખેંચવાનો, કેજ્યુલિટી લાવવાની, ક્રૌલિંગ હોર્સ પાઇપ વાળવાનો અને ઊંચકી ટાર્ગેટ પોઇન્ટ પર મૂકવાનું હોય છે.


Google NewsGoogle News