હદ વિસ્તરણ બાદ રાંદેર ઝોનમાં સમાવાયેલા ઓખા- વણકલા- વિહેણ અને ભેસાણમાં પાણી પુરવઠા માટે કવાયત

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
હદ વિસ્તરણ બાદ રાંદેર ઝોનમાં સમાવાયેલા ઓખા- વણકલા- વિહેણ અને ભેસાણમાં પાણી પુરવઠા માટે કવાયત 1 - image


Image Source: Freepik

હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે આયોજન

આ વિસ્તારમાં પાણી પુરવઠા માટે 90 કરોડના ખર્ચે પાણી નું નેટવર્ક  તૈયાર કરાશે, 6 ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકી બનાવવા માટેની દરખાસ્ત મંજુર 

સુરત, તા. 13 માર્ચ 2024 બુધવાર

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ તબક્કાવાર નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. તેમાં પણ હાલ લોકસભાની ચુંટણી નજીકમાં હોય પાલિકાના વિકાસના કામો રોકેટગતિએ ચાલી રહ્યાં છે. નવા વિસ્તારના લોકોને ઝડપથી પ્રાથમિક સુવિધા મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી થઈ રહી છે. ગઈકાલે થયેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાંદેર ઝઓનમાં સમાવિષ્ટ એવા  ઓખા- વણકલા- વિહેણ અને ભેસાણમાં પાણી પુરવઠા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેમાં 90 કરોડના ખર્ચે  પાણી માટેની વિવિધ સુવિધા ઉભી કરવામા આવશે.

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાંં આગામી ૨૦૩૯ અને ૨૦૫૪ની વસતિના અંદાજને ધ્યાને રાખી પાણી પુરવઠાનું નેટવર્ક તૈયાર કરવામા આવી રહ્યું છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાતïના અંદાજને આધારે ૯૦ કરોડના ખર્ચે પાણી પુરવઠાનું સંપૂર્ણ નેટવર્ક ઊભું કરવામાં આવશે. બે બુસ્ટર હાઉસ સહિતની ૧૮૦ લાખ લિટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા કુલ ૯૬ લાખ લિટર ક્ષમતાની ચાર ઓવરહેડ ટાંકી બનાવવામા માટે આયોજન થઈ રહ્યું છે.

રાંદેર ઝોન વિસ્તારમાં નવા સમાવિષ્ટ ગામોમાં આગામી ૩૦ વર્ષની વસતિના અંદાજને આધારે પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી રાઇઝિંગ મેઇન, ઓવર હેડ ટાંકીઓ, ભૂગર્ભ ટાંકી, ટ્રાન્સમિશન લાઇન, ઇલેક્ટ્રિકલ-મિકેનિકલï-ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક, નવા વોટર મીટર કનેક્ïશન અને તેના ઓપરેશન-મેઇન્ટેનન્સ માટે તંત્ર દ્વારા ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા હતા.  ઓખા -ભેîસાણï, વણકલાï, વિહેણ જેવા નવા સમાવિષ્ટ વિસ્તારોમાંï ૨૦૩૯ અને ૨૦૫૪ની અંદાજીત પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને પાણી પુરવઠાનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. કુલ બે ઍજન્સીની ઓફર તંત્રને મળી હતી. જે પૈકી ૭૭.૬૪ કરોડના અંદાજથી લોઍસ્ટ ટેન્ડર દ્વારા ૧૫.૮૮ ટકાની ઓફર કરી છે. ૮૯.૯૭ કરોડના ખર્ચે લોઍસ્ટ ઍજન્સીને કામગીરી સોîપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આ વિસ્તારમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નેટવર્ક દ્વારા પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News