Get The App

સુરત મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના આયોજનથી તંત્ર અને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ

Updated: Sep 19th, 2022


Google NewsGoogle News
સુરત મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના આયોજનથી તંત્ર અને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ 1 - image

સુરત,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર

સુરત મહાનગરપાલિકાના પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં વર્ષો બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. અત્યાર સુધી મનોરંજન અને અનેક કાર્યક્રમોનું આયોજન આ સ્ટેડિયમમાં કરાયું હતું. લાંબા સમય બાદ સ્ટેડિયમમાં રમતનું આયોજન કરાયું હોવાથી પાલિકા તંત્ર પણ ઉત્સાહમાં છે. ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ પણ કર્યું હતું. 

સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરતની રમત ગમતને પ્રોત્સાહન આપવા માટેના હેતુથી બનાવાયું હતું. જોકે આ સ્ટેડિયમ બન્યા બાદ જેમાં રમતનું આયોજન ભાગ્યે જ કરવામાં આવતો હતો. આ સ્ટેડિયમના મેન્ટેનન્સ માટે તેને નવરાત્રી માટે ભાડે આપવામાં આવતું હતું. ત્યારબાદ વિવિધ સમાજના ધાર્મિક કેટલાક રાજકીય કાર્યક્રમો માટે પણ ઇન્ડોર સ્ટેડિયમનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સુરત મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના આયોજનથી તંત્ર અને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ 2 - image

જોકે હાલમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સુરતમાં કેટલીક ગેમ્સ રમાશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 20 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર દરમિયાન ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાશે. જ્યારે 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર ઇન્ડોર સ્ટેડિયમમાં બેટ બિલ્ડરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ આ સ્પર્ધા માટે તૈયારી શરૂ કરી દીધી છે. હાલ થોડા દિવસ પહેલા હિન્દી સંમેલન માટે દેશના ગૃહમંત્રી અમિત શાહની એક સભાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ પાલિકાએ આ સ્ટેડિયમને ગેમ્સ માટે તૈયાર કરવા ભારે મહેનત કરી હતી.

કોઈપણ છેલ્લી ઘડીની સમસ્યાઓને દૂર કરવા માટે સંકલ્પબદ્ધ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી કર્નલ રાકેશ યાદવ અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર એકતા બિશ્નોઈએ રવિવારે સવારે અહીંના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને 36મી નેશનલ મેચની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના આયોજનથી તંત્ર અને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ 3 - image

નિરીક્ષણ દરમિયાન લગભગ 200 એનએસએસ અને એનસીસી સ્વયંસેવકો સ્ટેડિયમમાં હાજર હતા. તે દરમિયાન, અન્ય રાજ્યોના ખેલાડીઓ શહેરમાં આવવાનું શરૂ કર્યું છે અને ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટ્સ માટેનો ડ્રો આજે કરવામાં આવશે.


Google NewsGoogle News