સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાના ટ્રેન્ડ તરફ પાછા ફર્યા : મોંઘવારી અને ભેળસેળને કારણે સુરતીઓ ઘરે ધારી બનાવતા થયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાના ટ્રેન્ડ તરફ પાછા ફર્યા : મોંઘવારી અને ભેળસેળને કારણે સુરતીઓ ઘરે ધારી બનાવતા થયા 1 - image


- મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓ પહેલા ઘરે જ ધારી બનાવતા હતા પરંતુ વચ્ચેના સમયમાં ટ્રેન્ડ ભુલાયો હતો પરંતુ હવે મોંઘવારીના કારણે ફરીથી ઘરેથી ઘારી બનાવતાં થયાં

સુરત,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સુરતમાં સતત વધતી મોંઘવારી સાથે સાથે ખાણીપીણીની અનેક વસ્તુમાં થતી ભેળસેળ બાદ હવે સુરતીઓનો પોતાનો ગણાતો ચંદની પડવાના તહેવારમાં ધારી વેચાતી લાવવાના બદલે ઘરે જ ઘારી બનાવવાનો ટ્રેન્ડ ફરીથી આવ્યો છે. મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓ પહેલા ઘરે જ ધારી બનાવતા હતા પરંતુ વચ્ચેના સમયમાં ટ્રેન્ડ ભુલાયો હતો પરંતુ હવે મોંઘવારીના કારણે ફરીથી ઘરેથી ઘારી બનાવતાં થયાં છે. 

સુરતીઓ તહેવારની ઉજવણીમાં અવ્વલ છે પરંતુ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોંઘવારી વધી રહી છે તેમાં હાલમાં અનેક જગ્યાએ ભેળસેળ હોવાની ફરિયાદ બાદ સુરતનો પોતિકો એવો ચંદની પડવાના તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ પણ હવે બદલાયો છે. પહેલા મુળ સુરતીઓ ઘરે ધારી બનાવી ચંદની પડવાની ઉજવણી કરતા હતા પરંતુ સમય જતાં આ ટ્રેન્ડ બદલાયો હતો. સુરતીઓના પરિવાર સંયુક્તમાંથી વિભક્ત થતાં ઘારી બનાવવાની રીત બદલાઈ હતી અને સુરતીઓ મીઠાઈની દુકાનેથી ઘારી લાવીને પડવાની ઉજવણી કરતાં થયા હતા.

સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાના ટ્રેન્ડ તરફ પાછા ફર્યા : મોંઘવારી અને ભેળસેળને કારણે સુરતીઓ ઘરે ધારી બનાવતા થયા 2 - image

જોકે, થોડા સમય પહેલાં સુરતમાંથી હજારો કિલો બનાવટી ઘી પકડાયું હતું અને ગત પખવાડિયામા કેટલીક દુકાનોમાંથી અખાદ્ય માવો ઝડપાયો હતો અને પાલિકાએ તેનો નાશ પણ કર્યો હતો. આવા અનેક બનાવો ઉપરાંત મીઠાઈની દુકાનોમાં ઘારીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે મીડલ ક્લાસ ફેમીલીનો ચંદની પડવાની ઉજવણી માટે બજેટ ખોરવાઈ જતું હતું. જેના કારણે મુળ સુરતી એવી જ્ઞાતિઓ મોંઘવારી અને ભેળસેળથી બચવા માટે ઘરે ઘારી બનાવતાં થયાં છે.

સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાના ટ્રેન્ડ તરફ પાછા ફર્યા : મોંઘવારી અને ભેળસેળને કારણે સુરતીઓ ઘરે ધારી બનાવતા થયા 3 - image

સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી ગાંધીની દુકાનેથી ઘારી બનાવવાની સામગ્રીની કીટના વેચાણમાં પણ વધારો થયો છે. ઘારી બનાવવા માટે દુધનો માવો ઉપરાંત વિવિધ સુકા મેવા સાથે ચણાનો ગગરો લોટનો ઉપયોગ થાય છે. ઘારી બનાવવા માટેની સામગ્રીનું વેચાણ કરતાં ભરત દોરાબદારુવાલા કહે છે, અમારે ત્યાં ઘારી બનાવવાની સામગ્રીનું વેચાણ થાય છે અમે ઘારી બનાવવા માટેની સામગ્રીનું વેચાણ કરીએ છીએ. અમે ઘારી માટે પીસ્તા નહી પરંતુ પીસોરી પીસ્તી અમેરિકન બદામ, ઈરાની કેસર, અને જામ ખંભાળીયાનું ઘી સાથે એલચી અને પતાસાનું બુરુનો ઉપયોગ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી ઘણા ગ્રાહકો આ પ્રકારની સામગ્રી લઈ જઈને ઘરે ઘારી બનાવી રહ્યાં છે.

સુરતીઓમાં ઘરે ઘારી બનાવવાના ટ્રેન્ડ તરફ પાછા ફર્યા : મોંઘવારી અને ભેળસેળને કારણે સુરતીઓ ઘરે ધારી બનાવતા થયા 4 - image

ઘરે ઘારી બનાવતા દક્ષા જરીવાલા અને કર્તિ જરીવાલા કહે છે, અમારુ કુંટુંબમાં જુદા જુદા વિસ્તારમાં  સભ્યો રહે છે પરંતુ તહેવાર દરમિયાન અમે કોઈ એક ઘરે ભેગા થઈ જઈએ છીએ. ઘારી બનાવવા માટેની સામગ્રી ગાંધીની દુકાનેથી લાવીએ છીએ અને ભેગા મળીને ઘારી બનાવીએ છીએ. ઘરે ઘારી બનાવનારા દેવી કહે છે, દુકાનોમાં ઘારીની કિમત સતત વધતી રહી છે અને ભેળસેળની પણ બીક રહે છે તેથી અમે થોડી મહેનત કરીને ઘરે ઘારી બનાવીએ છીએ. આનાથી ફાયદોએ થાય છે કે ઘારી શુધ્ધ બને છે અને બજાર કિમત કરતાં ઘણી ઓછી કિંમતે ઘારી ખાઈ શકીએ છીએ. આમ છેલ્લા ઘણાં વખતથી સુરતીઓ ઘરે ઘારી બનાવવાનો ટ્રેન્ડ ભુલી ગયા હતા પરંતુ મોઘવારી અને ભેળસેળની બીકના કારણે સુરતીઓમાં ફરીથી ઘરે ઘારી બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.


Google NewsGoogle News