Video: તાપી: સોનગઢનો ડોસવાળા ડેમ તેની પૂર્ણત સપાટીથી 3 ફૂટ ઉપર
- 9500 ક્યુસેક પાણી વહેતા નીચે આવેલા 12 ગામોને એલર્ટ કરાયા
તાપી, તા. 4 ઓગસ્ટ 2019 રવિવાર
તાપી જિલ્લામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાપી જિલ્લાના સોનગઢનો ડોસવાળા ડેમ તેની પૂર્ણત સપાટીથી 3 ફૂટ ઉપર આવી ગયો છે. 9500 ક્યુસેક પાણી વહેતા નીચે આવેલા 12 ગામોને એલર્ટ કરાયા છે.
સોનગઢના ખંજર, ડોસવાળા, ખડકા ચીખલી, કનાળા, ચોરવાડ વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ પર છે.
પૂરમાં અટવાયેલા 20 જેટલા ખેતમજૂરોને બહાર કાઢવા માટે વડોદરાથી નવસારી માટે બે IAF લિફ્ટ હેલિકોપ્ટર લવાયા છે.